________________
[ ૮૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ – વિના = મોક્ષવિદ્યા માહા સંપ = બ્રાહ્મણોની ગુણસંપદાને અનાણT = નહીં જાણનાર સાવલા = સ્વાધ્યાય અને તપના વિષયમાં મૂઠી = મૂઢ, અણસમજુ ના વા= યજ્ઞ કરનારા યાજ્ઞિક બ્રાહ્મણો માસ નિગો વ્ર = રાખથી દબાયેલા અગ્નિની સમાન, ઉપરથી શાંત દેખાય પરંતુ અંદર કષાયો ભર્યા પડ્યા હોય. ભાવાર્થ:- યાજ્ઞિક લોકો મોક્ષ-વિદ્યા અને બ્રાહ્મણની ગુણ સંપદાથી અજાણ હોય છે, તેઓ યોગ્ય રીતે સ્વાધ્યાય અને તપના વાસ્તવિક સ્વરૂપને પણ સમજતા નથી. તેઓ બહારથી શાંત દેખાવા છતાં તેના અંતરમાં રાખથી ઢંકાયેલ અગ્નિની જેમ કષાયો વિદ્યમાન રહે છે. વિવેચન :| વિજયઘોષ બ્રાહ્મણ કુલ પરંપરાના સંસ્કારથી રંગાયેલા હોવા છતાં ભદ્ર પરિણામી અને તદ્દભવ મોક્ષગામી જીવ હતા. તેથી જ જયઘોષ મુનિ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપી ન શક્યા ત્યારે સમાધાન માટે અત્યંત વિનમ્રભાવે જયઘોષ મુનિને વિનંતિ કરી. જયઘોષ મુનિએ પણ ચારે પ્રશ્નોના સમ્યકુ અને સંક્ષિપ્ત ઉત્તર આપ્યા.
જયઘોષમુનિ ઉપદેશ આપવાની પદ્ધતિને યથાર્થ રીતે જાણતા હતા. કોઈ પણ વ્યક્તિને સહુ પ્રથમ તેના જ સિદ્ધાંતની વાતો દ્વારા પ્રભાવિત કરી, ત્યાર પછી સ્વમતની વિશિષ્ટતાનું દર્શન કરાવવું, તે જ ધર્મમાં આકર્ષિત કરવાની વિચક્ષણતાપૂર્વકની રીત છે. તે યુક્તિ અનુસાર જયઘોષમુનિએ જિનમતની વિશિષ્ટતાનું દર્શન કરાવ્યું છે.
નિદત્ત વેલા:- વેદમાં અગ્નિહોત્રની મુખ્યતા છે. અગ્નિહોત્ર એટલે અગ્નિથી કરાતો યજ્ઞ. ઋગ્વદ આદિ વેદમાં અનેક સ્થાને અગ્નિથી કરાતા યજ્ઞનું વિધાન છે. તેથી જ વેદમાં અગ્નિહોત્રની એટલે યજ્ઞની મુખ્યતા છે. ભાવની દષ્ટિએ વિચારતાં વેદ શબ્દ '
વિજ્ઞાને ધાતુ પરથી બન્યો છે. જે જાણે છે અથવા જેના દ્વારા જણાય છે તે વેદ એટલે આત્મા છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અનંત જ્ઞાન-દર્શનરૂપ છે. તે શુદ્ધ સ્વરૂપના પ્રગટીકરણ માટે ભાવયજ્ઞની જ મુખ્યતા છે. જે યજ્ઞમાં તમરૂપ અગ્નિ દ્વારા કર્મો ભસ્મીભૂત થાય, તે ભાવયજ્ઞ છે. जण्णट्टी
... - વેદકથિત યજ્ઞોમાં યજ્ઞાર્થી મુખ્ય છે. યજ્ઞ કરનાર યજમાનને યજ્ઞાર્થી કહેવાય છે. વેયસ- વેદોના અભ્યાસથી યજ્ઞાર્થી પ્રકાંડ પંડિત થઈ જાય છે. યજ્ઞાર્થી યજ્ઞ કરે, ત્યારે જ યજ્ઞાદિ ક્રિયાઓ થઈ શકે છે તેથી યજ્ઞમાં યજ્ઞાર્થીની મુખ્યતા છે. ભાવયજ્ઞની સાધના કરનાર સંયમી પુરુષ ભાવયજ્ઞાર્થી છે. ભાવયજ્ઞમાં ભાવયજ્ઞાર્થીની શ્રેષ્ઠતા છે.
નર ના મ નો - વેદો દ્વારા નિર્દિષ્ટ વિવિધ ક્રિયાકાંડોમાં બ્રાહ્મણોને નક્ષત્રયોગ. નક્ષત્ર ગતિ આદિ જોવાનું આવશ્યક બની જાય છે, માટે મુનિરાજે નક્ષત્રને પણ પોતાના આક્ષેપનો વિષય બનાવ્યો હતો. તેના ઉત્તરમાં મુનિએ સ્પષ્ટ કર્યું કે નક્ષત્રોમાં મુખ્ય કે પ્રધાન ચંદ્ર હોય છે કારણ કે ક્રિયાકાંડોમાં નક્ષત્રોનો ચંદ્ર સાથેનો ચંદ્રયોગ જોવામાં આવે છે. તે ઉપરાંત ઋદ્ધિની અપેક્ષાએ સંપૂર્ણ જ્યોતિષી દેવોમાં ચંદ્ર દેવ વધારે ઋદ્ધિ સંપન્ન અને અધિક સ્થિતિવાળા હોય છે. ધુમ્મા વો મુદ:- ધર્મોમાં અને ધર્મપ્રવર્તકોમાં કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર સ્વામી પ્રમુખ છે અને શ્રેષ્ઠ છે. તે સમયમાં પ્રાયઃ અન્યતીર્થિકો “કાશ્યપ (કાસવા) નામથી ભગવાન મહાવીર સ્વામીને સંબોધન કરતા હતા. પ્રસ્તુત ગાથામાં તે શબ્દોચ્ચારણથી ભગવાન મહાવીર સ્વામીનો નિર્દેશ કર્યો છે.