________________
[ ૮૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
વિજયઘોષે કહ્યું કે હે ભિક્ષુ! તમને ભિક્ષા નહીં આપું, તમે બીજા પાસે જઈને ભિક્ષાની યાચના કરો.
जे य वेयविउ विप्पा, जण्णट्ठा य जे दिया । जोइसंगविउ जे य, जे य धम्माण पारगा ॥ जे समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ।
तेसिं अण्णमिणं देयं, भो भिक्खू सव्वकामियं ॥ શબ્દાર્થ:- = = જે નિખા = વિપ્ર, બ્રાહ્મણ વેવિડ = વેદોના જાણકાર = અને ક્રિયા = દ્વિજ, બ્રાહ્મણ નuદ્દ = યજ્ઞાર્થી (યજ્ઞનો જાણકાર) ગોવિડ = જ્યોતિષનો જાણકાર અર્થાત્ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ- આ છ અંગોનો જાણકાર થન્માન = ધર્મના પાર = પારગામી હોય = = જે પરમાણમેવ = પોતાના અને બીજાના આત્માનો સમુદ્ધનું = ઉદ્ધાર કરવામાં સમન્થા = સમર્થ મો fમણૂ = હે ભિક્ષુ! સમ્બનિય = સર્વકામિક, છ રસવાળું = આ મM = અન્ન, ઉત્તમ ભોજન સિં = એવા બ્રાહ્મણોને = દેવા માટે છે. ભાવાર્થ - હે ભિક્ષુ ! જે બ્રાહ્મણ હોય, વેદોના જાણકાર હોય, યજ્ઞ કરનાર દ્વિજ હોય અને જ્યોતિષ આદિ અંગોના જ્ઞાતા હોય, ધર્મશાસ્ત્રોમાં પારંગત હોય તેમજ જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય, તેઓને દેવા માટે જ આ સર્વ રસયુક્ત ભોજન છે. . ૭-૮ll
सो तत्थ एवं पडिसिद्धो, जायगेण महामुणी । | ખ વ ર જ વિ તુકો, ૩૬ બાવેલો || શબ્દાર્થઃ-તલ્થ = ત્યાં ગાયોન = યજ્ઞ કરનાર વિજયઘોષ દ્વારા પર્વ = આ પ્રકારે સિતો- ના પાડવાથી, નિષેધ કરવાથી તે = તે જયઘોષ મહામુt = મહામુનિ પ જિ ો = નારાજ ન થયા અને જ વિ કો = સંતોષ ન પામ્યા ૩ત્તમકુ-વે = ઉત્તમ અર્થ, આત્માર્થના શોધક. ભાવાર્થ - ત્યાં આ રીતે યાજ્ઞિક વિજયઘોષ દ્વારા ભિક્ષાનો નિષેધ થવા છતાં ઉત્તમ અર્થ(આત્માર્થ)ની શોધ કરનાર તે મહામુનિ ગુસ્સે ન થયા અને પ્રસન્ન પણ ન થયા, પરંતુ સમભાવમાં સ્થિત રહ્યા. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં યજ્ઞશાળામાં પધારેલા જયઘોષમુનિ સાથેના બ્રાહ્મણ વિજયઘોષના વ્યવહારનું નિરૂપણ છે.
જયઘોષમુનિએ જૈન સાધ્વાચારના નિયમાનુસાર ભિક્ષાની યાચના કરી પરંતુ વિજયઘોષ બ્રાહ્મણ જાતિવાદના રંગે રંગાયેલા, વેદના પારગામી, યજ્ઞયાગાદિ ક્રિયાકાંડમાં જ શ્રદ્ધા રાખનાર મહાન યાજ્ઞિક હતા. તેઓ જૈન સાધ્વાચારથી અજ્ઞાત હતા. યજ્ઞમાં આવેલા યાજ્ઞિકો માટે બનાવેલો પ્રસાદ જૈન શ્રમણને દેવાથી તે અપવિત્ર થઈ જાય, તેવી માન્યતાથી ભિક્ષા આપવાનો સ્પષ્ટ શબ્દોમાં નિષેધ કર્યો અને ભિક્ષા આપવાના નિષેધનું કારણ પણ પ્રગટ કર્યું કે વેદના પારગામી બ્રાહ્મણો જ સ્વ-પરનું કલ્યાણ કરવામાં સમર્થ હોય છે અને તેવા બ્રાહ્મણોને ભિક્ષા આપવી, તે જ લાભદાયક છે.
જયઘોષમનિએ યાચના પરીષહને અને તેમાં થયેલા અલાભ પરીષહને જીતીને ભિક્ષાનો નિષેધ