________________
કેશી-ગૌતમીય
શિષ્ય પરિવારને બહુલાભદાયક બન્યો, કારણ કે તે ઉભય પક્ષના શિષ્યોની જિજ્ઞાસાઓના સમાધાન માટે જ સર્જાયો હતો અને બંને જ્ઞાની પુરુષોએ વિચક્ષણતા અને સરળતા પૂર્વક પ્રશ્નોત્તર કર્યા હતા.
અનંત તીર્થંકરોના ઉપદેશનું તત્ત્વ(હાઈ) સમાન જ હોય છે. બાલ આચાર વ્યવહારમાં ક્ષેત્ર, કાલની યોગ્યતાઓ અનુસાર ક્યારેક કંઈક વિભિન્નતા જણાય છે તેમ છતાં તે વિભિન્નતાનું રહસ્ય જાણીને, વિશાળતાથી તેનો સમન્વય થઈ શકે છે. આ જ્ઞાનવર્ધક સંવાદ સાંભળીને ઉપસ્થિત થયેલી સંપૂર્ણ પરિષદે પણ સંતુષ્ટ થઈને તત્ત્વોને ગ્રહણ કર્યા અને બંને મહાપુરુષોની સ્તુતિગુણગ્રામ કરી તૃપ્તિનો અનુભવ કર્યો. મહત્વત્થ વિધિઓ :– તે સમાગમ મહાર્થ અર્થાત્ મોક્ષના સાધનભૂત મહાવ્રત અને તત્ત્વાદિનો નિર્ણય કરાવનાર થયો.
જિન્હેં ઃ- ગાથામાં પ્રયુક્ત ‘નિત્ય' શબ્દના બે અર્થ થાય છે. (૧) સુદીર્ઘ સમય, સતત, નિરંતર બે ત્રણ કલાક (૨) ઘણા દિવસો સુધી તેમનો સમાગમ ચાલ્યો.
। ત્રેવીસમું અધ્યયન સંપૂર્ણ ।