________________
[ ૬૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
રહિત નો મેવ = લોકાગ્રે સ્થિતિ = = જે સ્થાનને મળિો = મહર્ષિઓ વતિ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ:- (ગૌતમ સ્વામીએ કહ્યું, જે સ્થાન મહર્ષિઓ પ્રાપ્ત કરે છે તે સ્થાન, નિર્વાણ સ્વરૂપ, વિદનરહિત, સિદ્ધક્ષેત્ર અને લોકાગ્ર વગેરે નામોથી પ્રસિદ્ધ છે, તેમજ તે ક્ષેમકારી, કલ્યાણકારી અને અવ્યાબાધ સુખરૂપ છે. । तं ठाणं सासयं वासं, लोगग्गम्मि दुरारुहं ।
जं संपत्ता ण सोयति, भवोहतकरा मुणी ॥ શબ્દાર્થ - લીલાં વીd = આત્માનો શાશ્વત વાસ છે તો = લોકાગ્રે ફુરદૃ = ત્યાં પહોંચવું કઠિન છે મનોહતe = નરકાદિ ભવોની પરંપરાનો અંત કરનારા = = તે સ્થાનને સંપત્તા = પ્રાપ્ત કરનાર જ હોયત = શોક કરતા નથી. ભાવાર્થ - લોકાગ્રે આવેલું તે સ્થાન આત્માનું શાશ્વત નિવાસ સ્થાન છે, જ્યાં પહોંચવું ઘણું કઠિન છે. ભવ પરંપરાનો અંત કરનારા મહામુનિ તે સ્થાન પ્રાપ્ત કરીને શોકથી મુક્ત થઈ જાય છે અર્થાત્ ત્યાં પહોંચ્યા પછી, શોક, ક્લેશ, જન્મ, જરા આદિ દુઃખ હોતા નથી અને સિદ્ધ ભગવાન સંસારમાં કયારેય પાછા આવતા નથી. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં બારમા પ્રશ્નોત્તર રૂપે સંસારી જીવો માટે કલ્યાણકારી મોક્ષ સ્થાનની વિચારણા છે.
આ સંસારમાં ભ્રમણ કરતા જીવો સર્વત્ર દુઃખનો અનુભવ કરે છે; આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત થઈ રહ્યા છે. તે જીવોને માટે લોકના અગ્ર ભાગે સિદ્ધશિલા ઉપર સિદ્ધ ક્ષેત્ર ધ્રુવ અને અવ્યાબાધ– કોઈ પણ પ્રકારની બાધા રહિતનું સુખ સ્થાન છે. ત્યાં વૃદ્ધાવસ્થા, વ્યાધિ, મૃત્યુ અને કોઈ પણ પ્રકારની વેદનાઓ હોતી નથી. ત્યાં શાશ્વત સુખ શાંતિ છે. હેમં શિવં અMવાડું:- શ્રેમ = વ્યાધિ, જરા આદિથી રહિત. શિવ = જન્મ-મરણ રહિત, આત્મ કલ્યાણમય અનાબાધ = કોઈપણ પ્રકારની વેદના કે વિજ્ઞોના અભાવના કારણે સ્વાભાવિક રીતે બાધા રહિત. કુવાટાં- જે સ્થાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. તે સ્થાનની પ્રાપ્તિ સ્વયંના સવળા પુરુષાર્થથી જ થાય છે. તેમ છતાં અનાદિકાલીન મોહનીય કર્મના ગાઢતમ સંસ્કારના કારણે સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ અને મોહનીયકર્મનો તેમજ ઘાતી કર્મોનો ક્ષય કરવો અત્યંત કઠિન છે. ઘાતી કર્મોનો નાશ થયા પછી આયુષ્ય પૂર્ણ થતાં ચારે અઘાતી કર્મોનો નાશ થાય, આત્મા સર્વ કર્મોથી મુક્ત થાય, ત્યારે જ શાશ્વત સિદ્ધિ રૂપ સ્થાન પ્રાપ્ત થાય છે. આટલી લાંબી સાધના પછી સિદ્ધિ સ્થાનની પ્રાપ્તિ થવાથી તે સિદ્ધિ સ્થાનને અહીં દુરદૃ = દુષ્પાપ્ય કહ્યું છે. foળાઇ:- નિર્વાણ. જ્યાં કર્મરૂપી અગ્નિ સર્વથા બુઝાઈ જાય છે, સંતાપના અભાવે જ્યાં અખંડ શાંતિ છે. સિદ્ધી :- જ્યાં સંસાર પરિભ્રમણનો અંત થવાથી સમસ્ત પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. = રતિ મળિો – જે સ્થાનને મહર્ષિઓ પ્રાપ્ત કરે છે, વીતરાગી મુનિરાજો તે સ્થાનને પામે છે. સંશય સમાધાન અને વિનય પ્રતિપતિ -
| સાદુ ગોયમ ! પણ તે, છિvો ને સંતો નો ! | નો તે સમયાતીત ! સબૂકુત્તમહોયદી ! |