________________
| કેશી-ગૌતમીય
[ ૫૫ ]
કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. 2 जरामरणवेगेण, वुज्झमाणाण पाणिणं ।
__ धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥ શબ્દાર્થ:- ગરમાવેજોજી = જરા(વૃદ્ધાવસ્થા) અને મરણના વેગથી વૃક્ષમાપણ = તણાઈ જતાં, વહી જતાં પણ = પ્રાણીઓ માટે થનો = ધર્મરૂપ રીવોદ્વીપ છે = તે ગતિરૂ૫ છે ય = અને ૩ત્તમ ઉત્તમ સરળ = શરણભૂત છે પઠ્ઠા = પ્રતિષ્ઠાનરૂપ છે. ભાવાર્થ:- (ગૌતમ સ્વામીએ કહ્યું) જરા અને મરણના વેગમાં તણાઈ જતાં(ડૂબતા) પ્રાણીઓ માટે ધર્મ દ્વીપ છે, પ્રતિષ્ઠાન–આધારરૂપ છે, ગતિરૂપ છે તથા ઉત્તમ શરણરૂપ છે અર્થાત્ ધર્મ જ એક એવો દ્વીપ છે જેનો આશ્રય લઈને પ્રાણી સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતરે છે. का साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
। अण्णो वि संसओ मज्झ, तं मे कहसु गोयमा । ભાવાર્થ:- (કેશી કુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, આપે મારો આ સંશય દૂર કર્યો છે પરંતુ હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં નવમા પ્રશ્નોત્તર રૂપે સંસાર પ્રવાહમાં ડૂબતા જીવોની કરુણ સ્થિતિનું અને ધર્મરૂપ દીપની મહત્તાનું દિગદર્શન છે.
કેશીકુમાર શ્રમણનો પ્રશ્ન છે કે આ સંસારરૂપી મહાસમુદ્રમાં જન્મ, જરા અને મરણ રૂપી મહાપ્રવાહ વેગપૂર્વક વહી રહ્યો છે, સંસારના સર્વ પ્રાણીઓ તે વેગવાન પ્રવાહમાં તણાઈ રહ્યા છે, ડૂબી રહ્યા છે; તે ડૂબતા પ્રાણીઓને બચાવવા, સુરક્ષિત રાખવા કોણ શરણભૂત છે? મહારાજે સ્ત્ર ૬ તલ્થ જ વિરુ - મહાસાગરની વચ્ચે દ્વીપ હોય છે, તે દ્વીપ પર જલપ્રવાહની ગતિ હોતી નથી, જલપ્રવાહની ગતિ ન હોવાથી વમળો, જલચર જીવો વગેરેનો પણ ત્યાં ભય રહેતો નથી. તેથી સાગરમાં ડૂબતા જીવો માટે તે સ્થાન શરણભૂત બની જાય છે. જે પ્રાણીઓ તે સ્થાનનો આશ્રય સ્વીકારે છે તે નિશ્ચિત અને નિર્ભય બની જાય છે. થો રીવો :- જિનોક્ત શ્રુત-ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ તે વિશાળ(ભાવરૂ૫) મહાદ્વીપ છે. તે એટલો વિશાળ છે કે સંસાર સમુદ્રમાં ડૂબતા, જન્મ મરણના તીવ્ર પ્રવાહમાં તણાતા સર્વ પ્રાણીઓને સ્થાન, શરણ, આધાર આપવામાં સક્ષમ છે.
જે પ્રાણીઓ શુદ્ધ ધર્મનું શરણ સ્વીકારે છે, ધર્મરૂપી મહાદ્વીપમાં આવીને વસે છે, ત્યાં સ્થિર થઈ જાય છે, તે પ્રાણી જન્મ, જરા, મૃત્યુ આદિના હેતુભૂત કર્મોનો ક્ષય કરે છે. તેથી જન્મ-મરણાદિ સંસાર પ્રવાહમાં પરિભ્રમણ કરતા નથી. આ રીતે ધર્મરૂપી મહાદ્વીપ જન્મ-મરણાદિના દુઃખોથી જીવોનું રક્ષણ કરે છે અને તે મુક્તિસુખનું કારણ બને છે. પદ્દ ર ા સરળમુત્તi - આ ગાથામાં ધર્મ દ્વીપની વિશેષતા માટે ત્રણ વિશેષણોનો પ્રયોગ છે. તે દ્વીપ આધારરૂપ છે, ગતિ સ્થાનરૂપ છે અને શરણરૂપ છે.