SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૪ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ ઉન્માર્ગે ચાલ્યા જાય છે. આપ ઉન્માર્ગે ન જતાં સન્માર્ગે જ કેમ સ્થિર રહો છો? Mવયન પાલડી - કુત્સિત પ્રવચન-દર્શન તે કુપ્રવચન છે. કારણ કે તેમાં એકાંત કથન તથા હિંસાદિનો ઉપદેશ હોય છે. આ કુપ્રવચનના અનુગામી પાખંડી અર્થાત્ કુવ્રતી જીવો ઉન્માર્ગે જાય છે. આ લોકમાં ઘણા જીવો ધર્મ વિરુદ્ધ આચરણ કરીને, ઉન્માર્ગે ગમન કરીને દુર્ગતિરૂપી ભવાટવીમાં રખડતા રહે છે. ત્યાર પછી તે જીવોને સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે, તે સન્માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. સમજ તુ નિખરવા - જિનેશ્વર દ્વારા પ્રરૂપિત માર્ગ જ સન્માર્ગ છે. કારણ કે તે સર્વજ્ઞ પુરુષ દ્વારા કેવળજ્ઞાન, કેવળદર્શનના માધ્યમથી અનુભૂત છે. આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતથી તે માર્ગ પરિપૂર્ણ છે. તેનું મૂળ જીવ દયા અને વિનય છે, તે માર્ગે ગમન કરનારા જીવો પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. તેથી તે સર્વોત્તમ માર્ગ છે. સળે તે વેડ્યા મ - સમ્યગુદષ્ટિ પુરુષ સન્માર્ગને અને ઉન્માર્ગને તથા તેના પરિણામોને યથાર્થપણે જાણે છે. તેથી તે ઉન્માર્ગે જતા નથી અને સન્માર્ગમાં જ સ્થિત રહે છે. પ્રસ્તુતમાં ગૌતમ સ્વામીએ કેશી સ્વામીને કહ્યું કે મેં ઉન્માર્ગ-સન્માર્ગ બંને પ્રકારના માર્ગને સારી રીતે જાણી લીધા છે અને તેનાથી થતા હિતાહિતને પણ સમજી લીધા છે, માટે હું પૂર્ણ વિવેકપૂર્વક સન્માર્ગમાં જ ગમન કરું છું. (૯) ધર્મરૂપી મહાદ્વીપ: महा उदगवेगेण, वुज्झमाणाण पाणीण । सरणं गई पइट्ठा य, दीवं कं मण्णसि मुणी ॥ શબ્દાર્થ - મહારાવે = પાણીના મહાન પ્રવાહ દ્વારા યુદ્ધમાં = વસુમાન, વહી જતા, તણાતા પાળખ = પ્રાણીઓ માટે સરળ = શરણરૂપ ય= તથા ના ગતિરૂપ પલ્ફા = પ્રતિષ્ઠાનરૂપ અર્થાત્ દુઃખથી પીડિત પ્રાણી જેનો આશ્રય લઈ, સુખે રહી શકે તેવું = દ્વીપ ૨ = કોને મUતિ = માનો છો? ભાવાર્થ :- હે મુનિવર ! મહાન જલપ્રવાહના વેગમાં તણાતા પ્રાણીઓ માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠાન(આશ્રય) અને દીપ આપ કોને માનો છો? का अत्थि एगो महादीवो, वारिमज्झे महालओ। स महाउदगवेगस्स, गई तत्थ ण विज्जइ ॥ શબ્દાર્થ – વારિક = પાણી (સમુદ્ર)ની મધ્યમાં મહાન = મહાલય, ખૂબ ઊંચો અને વિસ્તૃત = એકમાવાનો મહાદ્વીપ અસ્થિ = છેલ્થ = તેના પર મારતા-કાસ = પાણીના મહાન પ્રવાહની = ગતિ ના વિશ્વ = નથી અર્થાત્ મહાદ્વીપમાં પાણીનો પ્રવેશ થઈ શકતો નથી. ભાવાર્થ - પાણી (સમુદ્ર)ની મધ્યમાં એક વિશાળ મહાદ્વીપ છે, ત્યાં મહાવેગવાન જલપ્રવાહની ગતિ થઈ શકતી નથી. - સિમેવ વૃવત તુ, ગોયમો રૂમબ્ધવી | ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછયું કે આપ દ્વીપ કોને કહો છો? આ પ્રમાણે પૂછતા
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy