________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
અને આચારસંપદાથી શિષ્યને સદા સંપન્ન કરે છે.
બહદુવૃત્તિ અનુસાર વિનયના મુખ્ય બે પ્રકાર છે– (૧) લૌકિક વિનય અને (૨) લોકોત્તર વિનય. લૌકિક વિનયમાં અર્થવિનય, કામવિનય, ભયવિનય અને લોકોપચારવિનયનો સમાવેશ થાય છે. લોકોત્તર વિનયમાં દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય, ઉપચારવિનયનો સમાવેશ થાય છે.
ઔપપાતિકસૂત્રમાં વિનયના સાત પ્રકાર કહ્યા છે– (૧) જ્ઞાનવિનય (૨) દર્શનવિનય (૩) ચારિત્રવિનય (૪) મનવિનય (૫) વચનવિનય (૬) કાયવિનય અને (૭) લોકોપચારવિનય.
વિનય શબ્દ વિ' અને 'નય, એ બે શબ્દથી બન્યો છે. વિ વિશેષ પ્રકારે નય લઈ જાય, દૂર સુધી લઈ જાય. તેની વ્યુત્પત્તિ પરથી એવો અર્થ ફલિત થાય છે કે જે વિશેષરૂપે સુખશાંતિ અને ઉન્નતિ તરફ લઈ જાય અથવા જે દોષોને વિશેષરૂપે દૂર કરે તે વિનય. બીજા શબ્દોમાં કહી શકાય કે તે આઠ પ્રકારના કર્મોનું વિનય એટલે ઉન્મેલન (નાશ) કરે છે, તેથી તેને વિનય કહે છે.
પ્રસ્તુત અધ્યયનની ૨, ૧૮ થી ૨૨ સુધીની અને ૩૦ મી ગાથામાં લોકોપચારવિનયની દષ્ટિએ વિનીતના વ્યવહારનું વર્ણન કરવામાં આવ્યું છે. તેના સાતવિભાગ છે– (૧) અભ્યાસવૃત્તિ અર્થાત્ ગુરુજનોની સમીપ અભ્યાસ કરવો (૨) પરછંદાનુવૃત્તિ – ગુરુજનોના અભિપ્રાય અનુસાર વર્તન કરવું (૩) કાર્યક્ષેતુ–અનુલોમતા કાર્યસિદ્ધિ માટે અનુકૂળ વર્તન કરવું (૪) કૃતપ્રતિક્રિયા ઉપકારી પ્રત્યે અનુકૂળ વર્તન કરવું (૫) આર્તગવેષણા -અસ્વસ્થની ગવેષણા, પરિચર્યા કરવી (૬) દેશકાલજ્ઞતા-દેશકાળને સમજવું (૭) સર્વાર્થ અપ્રતિલોમતા–બધી રીતે પ્રતિકૂળ વ્યવહારને છોડી અનુકૂળ વર્તન કરવું. આ જ રીતે ૯, ૧૫, ૧૬, ૩૮, ૩૯, ૪૦ મી ગાથા દ્વારા મનોવિનય, ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૨૪, ૨૫, ૩૬ ૪૧ મી ગાથા દ્વારા વચનવિનય; ૧૭ થી ૨૨ તથા ૩૦, ૪૦, ૪૩, ૪૪ મી ગાથા દ્વારા કાયવિનય, ૮મી તેમજ ૨૩ મી ગાથા દ્વારા જ્ઞાનવિનય; ૧૭ થી રર સુધીની ગાથા દ્વારા દર્શન વિનય (અનાશાતના અને શુશ્રુષાવિનય) તથા બાકીની ગાથા દ્વારા ચારિત્રવિનય સમાચારી પાલન, ભિક્ષાગ્રહણ, આહારસેવન વિવક, અનુશાસન, વિનય આદિ પ્રદર્શિત કર્યા છે.
પ્રસ્તુત અધ્યયનમાંવિનયી અને અવિનયીના સ્વભાવ, વ્યવહાર અને આચરણનું સાંગોપાંગ વર્ણન છે.
અધ્યયનના ઉપસંહારમાં ૪૫ થી ૪૮મી ગાથામાં વિનીત શિષ્યની ઉપલબ્ધિઓ (સિદ્ધિઓ)ને વિનયની ફલશ્રુતિ રૂપે કહી છે. આ અધ્યયનમાં મોક્ષ વિનયનું સવિસ્તૃત વર્ણન છે.
સમગ્ર અધ્યયનનો સારાંશ એ છે, કે સ્વ–પરહિત, આત્મશાંતિ, નિર્દ્રતા, સરલતા, નિરાભિમાનતા, અનાસક્તિ, સંઘવ્યવસ્થા માટે વિનયધર્મનું આચરણ કરવું અનિવાર્ય છે.
ooo