________________
શું ઉત્તરાધ્યયન ભગવાન મહાવીરની અંતિમ વાણી છે ?
અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું ઉત્તરાધ્યયન શ્રમણ ભગવાન મહાવીરની અંતિમ વાણી છે?એનો જવાબ એ છે કે કલ્પસૂત્રમાં લખ્યું છે કે, શ્રમણ ભગવાન મહાવીર કલ્યાણળ વિપાકવાળાં પંચાવન અધ્યયનો અને પાપફળવાળાં પંચાવન અધ્યયનો અને ત્રીસ અપષ્ટ વ્યાકરણોનું વ્યાકરણ કરી પ્રધાન નામના અધ્યયનની પ્રરૂપણા કરતાં કરતાં સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ ગયા.
આનાઆધારે એમ કહી શકાય કે છત્રીસ અપૃષ્ટ વ્યાકરણ ઉત્તરાધ્યયનનાં જ છત્રીસ અધ્યયન છે. ઉત્તરાધ્યયનના છત્રીસમા અધ્યયનની અંતિમ ગાથાથી પણ પ્રસ્તુત કથનને સમર્થન મળે છે– "રૂ પાડરે યુદ્ધ ના પરિનિવ્વા I. छत्तीसं उत्तरज्झाए भवसिद्धिय सम्मए ।।"
સમાયાંગમાં છત્રીસ અપૃષ્ઠ–વ્યાક્રણનો કોઈ પણ ઉલ્લેખ નથી. ત્યાં એટલું જ સૂચન કે, ભગવાન મહાવીર અંતિમ રાત્રિના સમયે પંચાવન કલ્યાણફળ વિપાકવાળ i અધ્યયનો અને પંચાવન પાપફળ–વિપાકવાળાં અધ્યયનોના વ્યાકરણ રચી નિવૃત્ત થયા. છત્રીસમા સમવાયાંગમાં પણ જ્યાં ઉત્તરાધ્યયનનાં છત્રીસ અધ્યયનોનાં નામ નિર્દેશ કરવામાં આવ્યો છે, ત્યાં પણ આ બાબતમાં કોઈ ચર્ચા નથી.
ઉત્તરાધ્યયનના અઢારમા અધ્યયનની ચોવીસમી ગાથાનાં પ્રથમ બે ચરણો એક સરખા છે, જે છત્રીસમાં અધ્યયનની અંતિમ ગાથાના છે, જેમ કે इइ पाउकरे बुद्धे णायए परिणिव्वुडे । विज्जाचरण सम्पण्णे सच्चे सच्चपरककमे।।
[ઉત્ત.૧૮/૨૪] इइ पाउकरे बुद्धे, णायए परिणिव्वुए । छत्तीसं उत्तरज्झाए भवसिद्धिय સમ્પણ II
[ઉત્તરા ૩૬ /૨૯] બ્રહવૃત્તિકારે અઢારમા અધ્યયનની ચોવીસમી ગાથાના પૂર્વાદ્ધનો જે અર્થ કર્યો છે, તે જ અર્થ છત્રીસમા અધ્યયનની અંતિમ ગાથામાં કરવામાં આવે તો તેનાથી
45