________________
| ૩૫૪ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
મારે માટે શ્રેયસ્કર છે, એવો દઢ નિર્ણય કરી, ચક્રવર્તીએ પોતાના પુત્રને રાજ્ય સોંપી, વિનયંધરાચાર્ય પાસે મુનિ દીક્ષા ધારણ કરી. દીક્ષા પછી રાજર્ષિ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. બે ઉપવાસ (છઠ્ઠ)ના પારણે તેઓને અન્ત, પ્રાન્ત, તુચ્છ, નીરસ, આહાર મળતો, તેથી તેના શરીરમાં ખરજવું, શ્વાસ વગેરે સોળ મહારોગો ઉત્પન્ન થયા. કોઈ પણ ઉપચાર કર્યા વગર સનસ્કુમાર મુનિએ ૭૦૦ વર્ષો સુધી તે મહારોગોને સમભાવથી સહન કર્યા. જેના ફળસ્વરૂપ રાજર્ષિને આમર્ષોષધિ શ્લેમૌષધી, વિપ્રૌષધી, જલ્લૌષધી, સર્વોષધી વગેરે અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થઈ. ઈન્દ્ર એકવાર ફરી પોતાની સભામાં સનસ્કુમાર મુનિની પ્રશંસા કરી. પ્રશંસા સાંભળી તે જ (પૂર્વોક્ત) બંને દેવ વૈદ્યનાં રૂપ ધારણ કરી પરીક્ષાર્થે આવ્યા, તેને રોગની દવા માટે વારંવાર આગ્રહ કર્યો, તો મુનિએ કહ્યું – આપ કર્મરોગની દવા કરો છો કે શરીરરોગની? તેઓએ કહ્યું – અમે શરીરરોગની દવા કરીએ છીએ, કર્મરોગની નહીં. સનસ્કુમારે પોતાની સડેલી આંગળી ઉપર થુંક લગાડતાં જ તે સુવર્ણજેવી થઈ ગઈ. તેને બતાવતાં દેવોને કહ્યું– શરીરરોગની દવા તો હું પોતે જ કરી શકું તેમ છું, તો પણ દવા કરવાની ઈચ્છા નથી, દેવો બોલ્યા, કર્મરૂપી રોગનો નાશ કરવા તો આપ જ સમર્થ છો. દેવોએ તેમના પૈર્ય અને સહનશીલતાની અત્યંત પ્રશંસા કરી અને નમસ્કાર કરી ચાલ્યા ગયા. સનસ્કુમાર રાજર્ષિ ત્રણ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અંતે સમેતશિખર ઉપર જઈને અનશન કરી સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્ત થયા. શાંતિનાથ ચક્રવર્તી તેમજ તીર્થકર :३८ चइत्ता भारहं वासं, चक्कवट्टी महिड्डिओ ।
संती संतिकरे लोए, पत्तो गइमणुत्तरं ॥३८॥ શબ્દાર્થ :- તોપ - લોકમાં, સંતિ - શાંતિકારક, સંતી - શાંતિનાથ, અનુત્તર મરું શ્રેષ્ઠ મોક્ષ ગતિને, પત્તો - પામ્યા.
ભાવાર્થ :- મહાન ઋદ્ધિસંપન્ન તથા જગતમાં શાંતિના સ્થાપક એવા શાંતિનાથ નામના પાંચમા ચક્રવર્તીએ સંપૂર્ણ ભરત ક્ષેત્રનું રાજ્ય છોડીને તપ સંયમનાં પાલનથી અનુત્તરગતિ મુક્તિને પ્રાપ્ત કરી હતી.
વિવેચન :
શાંતિનાથ ભગવાન :- શાંતિનાથ ભગવાન પૂર્વના ત્રીજા મેઘરથ રાજાના ભવમાં એક શરણાગત કબૂતરની રક્ષા માટે પ્રાણોનું બલિદાન દેવા તત્પર થયા અને દેવો દ્વારા કરાયેલી પરીક્ષામાં સફળ થયા. ત્યાર પછી સંસારથી વિરક્ત બની, પોતાના પુત્રને રાજ્ય સોંપીને મેઘરથે, પોતાના નાનાભાઈ દઢરથે, સાતસો પુત્રો અને ચાર હજાર રાજાઓ સહિત શ્રીધનરથ તીર્થંકર પાસે દીક્ષા ગ્રહણ કરી તપ સંયમનું પાલન કરતાં વીસ સ્થાનકોની આરાધનાથી તીર્થંકરનામ કમેને ઉપાર્જિત કર્યું. દઢરથે શુદ્ધ ચારિત્રનું પાલન કર્યું. અંતે બંને સમાધિપૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનના સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન