________________
અધ્યયન-૧૮: સંજયીય
[ ૩પ૩]
ને રાજ્ય સિંહાસન પર, હવે = સ્થાપિત કરી, તવ = સંયમ યુકત તપનું, રે = આચરણ કર્યું.
ભાવાર્થ - રિદ્ધિસિદ્ધિથી સંપન્ન મનુષ્યોમાં ઈન્દ્ર સમાન ચોથા ચક્રવર્તી સનસ્કુમાર પોતાના પુત્રને રાજ્યાસને સ્થાપિત કરીને તપ, સંયમના આચરણમાં ઉદ્યમવંત થયા.
વિવેચન :
સનકુમાર ચક્રવર્તી :- હસ્તિનાપુર નગરના રાજા અશ્વસેનની રાણી સહદેવીની કુક્ષિએ સનકુમારનો જન્મ થયો. હસ્તિનાપુર નિવાસી સુર નામના ક્ષત્રિયનો પુત્ર મહેન્દ્રસિંહ તેનો મિત્ર હતો. એકવાર અશ્વક્રીડા કરતાં યુવક સનસ્કુમારનો અશ્વ વિપરીત શિક્ષાવાળો હોવાથી તેને ઘણે દૂર લઈ ગયો. બધા સાથી પાછળ રહી ગયા. તેની શોધ માટે મહેન્દ્રસિંહ ગયા. ઘણી શોધ કર્યા પછી તે મળ્યો. મહેન્દ્રસિંહે સનસ્કુમારનાં પરાક્રમનો સંપૂર્ણ વૃત્તાંત સાંભળ્યો અને બંને સાથે રહી ગયા. અનેક સ્ત્રીઓની સાથે પાણિગ્રહણ કરીને સનકુમાર પોતાના મિત્ર મહેન્દ્રસિંહ સાથે ઘણાં વર્ષો પછી હસ્તિનાપુર આવ્યા. માતાપિતા તેને જોઈ ખૂબ હર્ષિત થયાં.પિતાએ શુભમુહૂર્ત ધામધૂમથી રાજ્યાભિષેક કર્યો. મહેન્દ્રકુમારને સેનાપતિ બનાવ્યો. અશ્વસેન રાજા અને સહદેવી રાણી બંનેએ દીક્ષા ગ્રહણ કરી મનુષ્યજન્મ સાર્થક કર્યો. ઘણા સમય પછી સનકુમાર ચક્રવર્તી થયા. ભરતક્ષેત્રના છ ખંડમાં પોતાની વિજયપતાકા ફરકાવી.
સૌધર્મેન્દ્રના દેવલોકની સભામાં ઈશાન દેવલોકના કોઈ દેવની વિશિષ્ટ કાંતિ જોઈને દેવોએ પૂછયું–"આવી ઉત્કૃષ્ટદેહપ્રભાવાળા બીજા કોઈ છે?"ઈન્દ્ર હસ્તિનાપુરમાં કુરુવંશી સનસ્કુમાર ચક્રવર્તીના સૌંદર્યની અદ્વિતીયતાનું કથન કર્યું. આ વાત ઉપર બે દેવોને વિશ્વાસ ન આવ્યો. પોતે તેની પરીક્ષા કરવા ગયા. તે બંને દેવો બ્રાહ્મણ વેશમાં આવ્યા અને તેલ માલિસ કરાવતાં સનસ્કુમાર ચક્રવર્તીનું રૂપજોઈ અત્યંત વિસ્મિત બન્યા. તેઓ પરસ્પર બોલ્યા–વાસ્તવમાં ઇન્ડે કહ્યું હતું, તેના કરતાં પણ ચક્રવર્તીનું રૂપ વધુ સુંદર છે. રાજાએ તેઓને આગમનનું કારણ પૂછ્યું, તેઓએ કહ્યું– અમો આપનાં રૂપ લાવણ્યને જોવા આવ્યા છીએ. ચક્રવર્તીએ રૂપગર્વિત બનીને, કહ્યું-જ્યારે હું સર્વાલંકાર સજ્જ થઈ ચક્રવર્તીના સિંહાસને બેસું ત્યારે મારું રૂપ જોવા જેવું હોય છે. બંને દેવીસિંહાસન ઉપર બેઠેલા ચક્રવર્તીનું રૂપ જોઈને ઉદાસીન બની ગયા અને બોલ્યા કે આપણું શરીર હવે પહેલાં જેવું લાગતું નથી. ચક્રવર્તીએ પૂછ્યું તેનું પ્રમાણ શું?
દેવે કહ્યું કે તમે ઘૂંકીનેજ આ વાતની પરીક્ષા સ્વયં કરી લો. ચક્રવર્તીએ ઘૂંકીને જોયું તો તેમાં કીડા ખદબદી રહ્યાં હતા અને શરીર ઉપર દષ્ટિ નાખી તો તેનું રૂપ, કાંતિ અને લાવણ્ય વગેરે ફીકા લાગતાં હતાં. આ જોઈ ચક્રવર્તીએ વિચાર કર્યો કે મારું આ શરીર જે અદ્વિતીય સુંદર હતું તે ક્ષણભરમાં જ અનેક વ્યાધિથી ગ્રસ્ત, નિસ્તેજ તથા સૌંદર્યહીન બની ગયું છે. આ શરીરની કેવી અસારતા! શરીરથી સંબંધિત ધન, વૈભવ વગેરેમાં આસક્તિ તેમજ ગર્વ કરવો, એ અજ્ઞાન દશા છે, ભોગોનું સેવન ઉન્માદ છે અને પરિગ્રહ અનિષ્ટ ગ્રહ સમાન છે.
આ શરીરનું મમત્વ છોડી શાશ્વત સુખપ્રદાયક સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરવું, એ જ