________________
૩૫૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
નાસ્તિત્વવાળા સિદ્ધાંત છે તે અક્રિયાવાદ છે. તેનો સદા ત્યાગ કરવો જોઈએ. ભરત ચક્રવર્તી :३४ एयं पुण्णपयं सोच्चा, अत्थ धम्मोवसोहियं ।
भरहो वि भारहं वासं, चिच्चा कामाइ पव्वए ॥३४॥ શબ્દાર્થ :- અલ્પ મોવલોહિયં - પદાર્થોનું સ્વરૂપ અને સમ્યઆચરણ રૂપ ધર્મથી યુક્ત, પડ્યું = એવા તીર્થકર ભગવાનના, પુuggયં = કલ્યાણકારી ઉપદેશને, સોન્ગ = સાંભળીને, ભરો વિ = ભરત રાજા ચક્રવર્તી, મારવા - ભરતક્ષેત્ર, ભારત વર્ષને, સંપૂર્ણ રાજ્યને, વામા - કામભોગોને, સંસારના સુખોને, વિખ્યા - છોડીને, બ્રણ - પ્રવ્રજિત થયા હતા. ભાવાર્થ :- પદાર્થોનું સ્વરૂપ અને સમ્યફ આચરણ રૂપ ધર્મથી યુક્ત એવા તીર્થંકર ભગવાનનો પવિત્ર ઉપદેશ સાંભળીને પૂર્વકાળમાં ભરત ચક્રવર્તીએ પણ ભરતક્ષેત્રનું રાજ્ય અને દિવ્ય કામભોગોને છોડીને ચારિત્રધર્મ અંગીકાર કર્યો હતો.
વિવેચન :
અલ્પ મોવહિયં - (૧) જે સાધના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, તે મોક્ષરૂપ પદાર્થઅર્થ છે. તે
t, ચારિત્ર, તરૂપ મોક્ષમાર્ગ છે, અને તે ધર્મ છે. એવા અર્થ અને ધર્મથી યુક્ત, સુશોભિત જિનેશ્વર ભગવાનનો સિદ્ધાંત (૨) જીવાદિ પદાર્થ તે અર્થ અને સંયમાચરણ તે ધર્મ. આ રીતે ભરત ચક્રી અર્થ અને ધર્મથી યુક્ત હતા. પુણપN - (૧) પુણ્ય અર્થાત્ નિષ્કલંક, નિર્દોષ, રાગદ્વેષાદિ રહિત અને પદ અર્થાત્ જ્ઞાન કે જિનોક્ત વચન (૨) પુણ્યના કારણભૂત તત્વ (૩) પૂર્ણપદ અર્થાતુ સંપૂર્ણજ્ઞાન. ભરત ચક્રવર્તી :- ભરત ચક્રવર્તી પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના પુત્ર હતા. ભગવાનની દીક્ષા પછી તેને ચક્રવર્તી પદની પ્રાપ્તિ થઈ હતી. તે ભરતક્ષેત્ર ભારતવર્ષ) ના છ ખંડના અધિપતિ હતા. દરેક પ્રકારનાં કામસુખ તેમ જ વૈભવ વિલાસની સામગ્રી તેને પ્રાપ્ત હતી. તેઓ પોતાના વૈભવ પ્રમાણે દાન પુણ્ય તેમજ સાધર્મિક ભક્તિ પણ કરતા હતા અને ગરીબ કે દુઃખી લોકોની રક્ષા માટે તત્પર રહેતા હતા.
એક દિવસ ભરત ચક્રવર્તી માલિશ, સ્નાન વગેરે કરી સર્વ વસ્ત્રાલંકારોથી વિભૂષિત બની પોતાના અરીસા ભવનમાં આવ્યા. અરીસામાં પોતાના શરીરનું નિરીક્ષણ કરતાં કરતાં તેની ચિંતનધારા આત્માભિમુખી બની ગઈ. તે વિચારવા લાગ્યા કે આ શરીર સ્નાનાદિથી સુસજ્જ કરવાથી કે વસ્ત્રાભૂષણ પહેરવાથી સુંદર લાગે છે પરંતુ અજ્ઞાની લોકો મળમૂત્રથી ભરેલા દુર્ગધમય, અપવિત્ર અને અસાર દેહને સુંદર માની તેમાં આસક્ત બની અજ્ઞાની લોકો આ શરીરને વસ્ત્રાભૂષણ વગેરેથી સુશોભિત કરે છે. તેના રક્ષણ માટે અને હષ્ટપુષ્ટ બનાવવા માટે અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. વાસ્તવમાં વસ્ત્રાભૂષણાદિ કે