________________
સંપાદન અનુભવી
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
ઈ.સ. ૧૯૯૨ ની સાલ, રાજાણા નગરીની પુણધરા, જૈનભુવનનું પ્રાંગણ...જ્યા ગોંડલ ગચ્છ સમ્રાટ તપસ્વી ગુરુદેવ પૂ.શ્રી. રતિલાલજી મ.સા. વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ.સા. આગમ દિવાકર પૂ.શ્રી જનકમુનિ મ.સા. આદિ સાત સંતો તથા પ્રાણ પરિવારના ૮૫ સતિજીઓ સામૂહિક રૂપે ચાર્તુમાસકલ્પ વ્યતીત કરી રહ્યા હતા.
સહુ પૂ. ગુરુદેવના સાનિધ્યમાં રહી તેની સુદીર્ઘ દીક્ષાપર્યાયના અનુભવ અર્કને પામવા માટે હંમેશા આતુર રહેતા હતા. પૂ. ગુરુદેવ પ્રતિદિન પ્રાતઃકાલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચના કરાવી રહ્યા હતા. આજે આગમ સંપાદનના કાર્ય સમયે તે દૃષ્યો સ્મૃતિપટ આવી જાય છે. આજે સમજાય છે કે પારદૃષ્ટા, વિશાળ હૃદયના ધારક પૂ.ગુરુદેવે ભાવિના આ આયોજનને જાણીને જ કદાચ પોતાના પરિવારના સતિજીઓના આવા એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ સામૂહિક ચાતુર્માસમાં આગમવાચના કરાવીને સતિજીઓ આગમ લેખન માટે તૈયાર કર્યા છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રભુ મહાવીરની અંતિમ દેશના છે તે જ રીતે અમારા માટે પૂ. ગુરુદેવની પણ અંતિમ દેશના હતી. આ શાસ્ત્રના ૩૫ અધ્યયન છે. અમે તેના જે વિભાગ કરીને આ શાસ્ત્રને બે ભાગમાં પ્રકાશિત કરવાનું નિશ્ચિત કર્યું છે. આ પ્રથમ ભાગમાં એકથી વીસ અધ્યયનનો સમાવેશ કર્યો છે.
તેમાં વિનયશ્રુત, પરિષહજય સકામ મરણ – અકામમરણ આદિ અધ્યયનો આચારવિશુધ્ધિ માટે ઉપયોગી છે. કાપલીય નેમિપ્રવ્રજ્ય, સંચતીય, ઈધુકારીય આદી અધ્યયનો કથાઓના આધારે કર્મસિદ્ધાંતને, સંસારના સ્વરૂપને સમજાવીને વૈરાગ્ય ભાવોને પુષ્ટ કરે છે. પાપશ્રમણ અધ્યયન સાધકોને પાપપ્રવૃત્તિથી નિવૃત્ત થવાની પ્રેરણા આપે છે. પ્રસ્તુત સંસ્કરણમાં પ્રત્યેક અધ્યયનનો સંક્ષિપ્ત સાર તથા અધ્યયનના નામનો વ્યુત્પત્તિજન્ય
34
જ