________________
[ ૩૨૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
અને મન ઉપર નિયંત્રણ ન રાખે, પરસ્પરમાં આહારાદિ પદાર્થોનું સમ વિભાજન ન કરે, અપ્રીતિજનક વ્યવહાર કરે, એટલે વાત્સલ્યમય વ્યવહાર કરે નહીં, તે પાપશ્રમણ કહેવાય છે. १० विवादं च उदीरेइ, अहम्मे अत्तपण्णहा ।
__ वुग्गहे कलहे रत्ते, पावसमणे त्ति वुच्चइ ॥१२॥ શબ્દાર્થ :- વિવાવ - વિવાદ, આગ્રહ ભરેલી ચર્ચાની, ૩થી - ઉદીરણા કરે, વૃદ્ધિ કરે, અને - અધર્મમાં, ધર્મની વિપરીત તત્ત્વોમાં, અત્તપાપ - આત્મપ્રજ્ઞાનો નાશ કરે અર્થાત કુતર્કોથી બુદ્ધિને મલિન કરનારો, = લડાઈ કરવામાં, રુદે = વાણી દ્વારા કલેશ કરનાર, ભાવાર્થ :- જે શાંત થયેલા વિવાદને ફરી ઊભો કરે, અધર્મ કાર્યોમાં કે અધર્મ તત્ત્વોમાં પોતાની બુદ્ધિને નષ્ટ કરે, કદાગ્રહ તેમજ કલહ કરવામાં સદા રત રહે, તે પાપશ્રમણ કહેવાય છે. વિવેચન :
શ્રેષ્ઠ ભિક્ષુ માટે આવશ્યક છે કે તે (૧) સરળ (૨) મિતભાષી (૩) નમ્ર (૪) સંતોષી (૫) જિતેન્દ્રિય (૬) પ્રાપ્ત વસ્તુનો સ્વધર્મીઓમાં સંવિભાગ કરનાર હોય અને (૭) ગુરુભક્ત હોય, આ સાત ગુણોને ધારણ કરે. તેનાથી વિપરીત જે (૧) કપટી (૨) વાચાળ (૩) અભિમાની (૪) લોભી (૫) અજિતેન્દ્રિય () સહવર્તી સાધુઓમાં પ્રાપ્ત વસ્તુનો સંવિભાગ ન કરનારો અને (૭) બીજાનો તિરસ્કાર કરનાર હોય છે, તે પાપશ્રમણ છે. અવિભાજft:-ગુરુ, રોગી, નાના સાધુ, વગેરે માં જ આહારાદિનું સમભાવે આદાન-પ્રદાન કરે, તે સંવિભાગી છે. આ પ્રકારનો વ્યવહાર ન કરે તે અસંવિભાગી કહેવાય છે.
અત્તપUUહી:-ત્રણ રૂ૫ (૧) સત્તપ્રજ્ઞા – સિદ્ધાંત વગેરેના શ્રવણથી પ્રાપ્ત સદ્દબુદ્ધિને કુતકદિથી નષ્ટ કરનાર, (૨) આત્મકતા – આલોક માટે પોતાની હિતબુદ્ધિને કુબુદ્ધિરૂપ બનાવી અન્યની બુદ્ધિને બગાડનાર, (૩) આભન્નતા - આત્માને લગતા પ્રશ્નને જ દબાવી દે, જેમ કે કોઈએ પૂછયું – આત્મા ભવાંતરમાં જાય છે કે નહીં? ત્યારે તે પ્રશ્નને વાચાળતા દ્વારા ઉડાવી દે અને બીજું જ બોલે - આત્મા જ નથી, કેમ કે તે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ થતો નથી, આથી તમારો પ્રશ્ન જ અયોગ્ય છે. ગુI :- (૧) વિગ્રહ – ડંડા, લાકડી વગેરેથી મારપીટ કરી લડાઈ–ઝગડો કરવો (૨) વ્યગ્રહ – કદાગ્રહ મિથ્યા આગ્રહ.
આસન-શયન વિષયક પાપભ્રમણતા :
१३
अथिरासणे कुक्कुइए, जत्थ तत्थ णिसीयइ । आसणम्मि अणाउत्ते, पावसमणे त्ति वुच्चइ ॥१३॥