________________
| અધ્યયન-૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
[ ૩૧૧ |
વિભૂષિત કરનાર અને વિપૂપિયરી- વિભૂષિત શરીરયુક્ત, થિસ-નિગ્રંથ, સ્થિનળસ - સ્ત્રીઓ વડે, મલિનતાણસ - પ્રાર્થનીય થાય છે, તસ - તે, બારસ - બ્રહ્મચારી સાધુના, નંબરે - બ્રહ્મચર્યમાં. ભાવાર્થ - જે શરીર શણગાર કરતો નથી તે નિગ્રંથ છે. પ્રશ્ન-તેનું શું કારણ છે? ઉત્તર–આચાર્યે કહ્યું– શણગારની કે વિભૂષાની મનોવૃત્તિવાળો અને શરીરે શણગારકરનારો બ્રહ્મચારી સ્ત્રીઓને આકર્ષક થઈ જાય. સ્ત્રીઓ જેને ચાહે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય, બ્રહ્મચર્યનો ભંગ થાય, તેને ઉન્માદ થાય, દીર્ઘકાલિન રોગાતંક થાય અથવા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી બ્રહ્મચારીએ શરીરને શણગારવું જોઈએ નહીં. વિવેચન :विभूसा વાડું:- શરીરને સ્નાન કરી સુસજ્જિત કરવું, તેલ લગાડવું, સુંદર વસ્ત્રાદિ તથા આભૂષણોથી શણગારવું, કેશ વગેરેને સુસજ્જ કરવા, તે વિભૂષા છે. આ રીતે શરીરને શણગારનાર નિગ્રંથ વિભૂષાનુવાદી એટલે વિભૂષાની પ્રવૃતિ કરનાર હોય છે. વિભૂલીવર – જેની વૃત્તિ વિભૂષા કરવાની છે અને જેની પ્રવૃત્તિ પણ વિભૂષા કરવાની છે, તે વિભૂષાવૃત્તિક કહેવાય છે. વિલિયરે - સ્નાન, અંજન, તેલ વગેરે દ્વારા જે શરીરને વિભૂષિત કરે છે, તેને વિભૂષિત શરીર કહે છે.
ત્યિનારૂ બ ને:- સ્ત્રીઓ દ્વારા અભિલષણીય, ઈચ્છનીય, સ્ત્રીઓને પ્રિય. સૌંદર્યની આસક્તિ કે શરીરની ટાપટીપ કરવાથી વિષયવાસના જાગૃત થવાની સંભાવના છે અને સ્ત્રીઓ માટે આકર્ષક બની જાય છે, માટે સાદાઈ અને સંયમ જ બ્રહ્મચર્યનો પોષક છે.
(૧૦) ઈન્દ્રિયવિષય સંયમ :१२ णो सद्द-रूव-रस-गंध-फासाणुवाई हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे?
आयारियाह-णिग्गंथस्स खलु सद्द-रूव-रस-गंध- फासाणुवाइस्स बंभयारिस्स बंभचेरे संका वा. कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे सद्द-रूव