________________
| ૩૦૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
પ્રસ્તુત દસ સમાધિસ્થાનોમાં સ્પર્શેન્દ્રિયના સંયમ માટે સહશયનાસન તથા એકાસન પર બેસવાનો, રસનેન્દ્રિયના સંયમ માટે અતિમાત્રામાં આહાર તેમજ પ્રણીત આહાર સેવનનો, ચક્ષુરિન્દ્રિયના સંયમ માટે સ્ત્રીદેહ તેમજ તેના હાવભાવોનાં નિરીક્ષણનો, શ્રોતેન્દ્રિય સંયમ માટે સ્ત્રીઓના વિકારજનક શબ્દશ્રવણનો, મનઃસંયમ માટે કામકથા, વિભૂષા તેમજ પૂર્વક્રીડિત સ્મરણનો અને સર્વેન્દ્રિયના સંયમ માટે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિના ત્યાગનું કથન છે.
સુત્રકારે ઈન્દ્રિયો અને મન ઉપર સંયમ ન રાખવાથી પ્રત્યેક સમાધિસ્થાનની સાથે સાથે તેના ભયંકર પરિણામનું કથન કર્યું છે. અંતે પધોમાં ઉક્ત દસ સ્થાનોનું વિશદ નિરૂપણ તથા બ્રહ્મચર્યમહિમાનું વર્ણન છે.
સંક્ષેપમાં પૂર્વોક્ત અનેક પરંપરાઓના સંદર્ભમાં બ્રહ્મચર્યનાં આ દસ સમાધિસ્થાનોનું મહત્ત્વપૂર્ણ વર્ણન છે.
ooo