________________
| ૨૮૬ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
તથા પૂર્વપરિચિતોની પ્રશંસા કે પરિચય અને ગરીબોની નિંદા તેમજ નિમ્ન વ્યક્તિઓનો તિરસ્કાર કરતો નથી, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે.
આહાર અને ભિક્ષાચરીના વિષયમાં ખૂબ જ સાવધાન રહે છે, ન દેનાર પ્રતિ કે યાચના કરવા છતાં અપમાન કરનારા પ્રતિ મનમાં પણ દ્વેષભાવ લાવતા નથી, આહાર મેળવવા માટે ગૃહસ્થનો કોઈ પણ પ્રકારનો ઉપકાર કરતા નથી, પરંતુ મન, વચન, કાયાથી, સુસંવૃત્ત બની નિઃસ્વાર્થ ભાવે જ્ઞાનદાનાદિ ઉપકાર કરે છે, નીરસ તેમજ તુચ્છ ભિક્ષા મળે તો પણ દાતાની નિંદા કરતા નથી, સામાન્ય ઘરોને છોડીને માત્ર ઉચ્ચ ઘરોમાં જતા નથી, તે જ શ્રેષ્ઠ સાધુ છે.
કોઈ પણ સમય, સ્થાન કે પરિસ્થિતિમાં ભયભીત થતા નથી, ગમે તેવા ભયંકર અવાજ સાંભળવા છતાં, જે ભયમુક્ત રહે છે, તે જ શ્રેષ્ઠ ભિક્ષુ છે.
જે વિવિધ વાદો કે સિદ્ધાંતોને જાણીને પણ સ્વધર્મમાં જ દઢ રહે છે. જે સંયમરત શાસ્ત્રરહસ્યજ્ઞ, પ્રાજ્ઞ, પરીષહવિજેતા હોય છે, આત્મવત્ સર્વભૂતેષુના સિદ્ધાંતને હૃદયંગમ કરી, ઉપશાંત રહે છે, વિરોધી પ્રત્યે દ્વેષ રાખતા નથી અને કોઈને અપમાનિત પણ કરતા નથી, જેના કોઈ શત્રુ કે મોહયુક્ત મિત્ર હોતા નથી, જે ગૃહત્યાગી તેમજ એકાકી એટલે દ્રવ્યથી એકલા અને ભાવથી રાગદ્વેષ રહિત થઈને વિચરે છે, જેના કષાય મંદ હોય છે, તે પરીષહવિજયી, કષ્ટસહિષ્ણુ, પ્રશાંત, જિતેન્દ્રિય, સર્વથા પરિગ્રહમુક્ત તેમજ ભિક્ષુઓની વચ્ચે પણ સ્વયંને કર્મનો કર્તા અને ભોક્તા માની અંતરથી એકાકી, નિર્લેપ રહે છે, તે જ શ્રેષ્ઠ ભિક્ષુ છે.
નિયુક્તિકારે શ્રેષ્ઠ ભિક્ષુનાં લક્ષણ આ પ્રમાણે દર્શાવ્યાં છે– જે રાગદ્વેષવિજયી, માનસિક, વાચિક કાયિક દંડપ્રયોગથી સાવધાન, સાવધ પ્રવૃત્તિઓના ત્યાગી હોય છે, ઋદ્ધિ, રસ અને શાતા (સુખ સુવિધા) મળવા છતાં તેના ગૌરવથી દૂર રહે છે, માયા નિદાન અને મિથ્યાત્વરૂપ શલ્યથી રહિત હોય છે, વિકથાઓથી, આહારાદિ સંજ્ઞાઓથી, કષાયો તેમજ વિવિધ પ્રમાદોથી દૂર રહે છે, મોહ તથા ષ વધારનાર પ્રવૃત્તિથી દૂર રહીને કર્મબંધનને તોડવા માટે મહા પ્રયત્નશીલ રહે છે, આવા સુવ્રતી અને અપ્રમત્ત ભિક્ષુ જ સર્વ ગ્રંથિઓને ભેદી અજરામર પદ પ્રાપ્ત કરે છે.
ooo