________________
[ ૨૫૪ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ :- રાય - હે રાજન્ , ગ - જો, તં- તમે, ૨૬- ત્યાગ કરવામાં, અત્તો- અશક્ત, સિ - છો તો, સલ્લા બધાં પ્રાણીઓમાં અનુકંપા રાખીને, આજના આર્યકર્મ, હિ- કરો, ત - એવું કરવાથી તમે, ઓ = અહીંથી મૃત્યુ બાદ, વિડળી - વૈક્રિય શરીરધારી, હોદિલિ - થઈ જશો. ભાવાર્થ :- રાજન! જો તમે કામભોગોનો ત્યાગ કરવામાં અશક્ત છો, તો ધર્મમાં સ્થિર થઈને, બધાં પ્રાણીઓ પ્રત્યે અનુકંપા કે દયાભાવ રાખીને, આર્યકર્મ કરો અર્થાત્ બધા જીવોને સુખ શાતા ઉપજાવવા દાન પુણ્ય કર્મ કરો, જેથી ભવિષ્યમાં અહીંથી મરીને તમે વૈક્રિય શરીરધારી દેવ થશો. ચિત્તમુનિની નિરાશાજનક સ્થિતિ :३३ ण तुज्झ भोगे चइऊण बुद्धी, गिद्धो सि आरम्भ परिग्गहेसु ।
मोहं कओ इत्तिउ विप्पलावो, गच्छामि रायं आमंतिओऽसि ॥३३॥ શબ્દાર્થ :- તુ - તમારી, રા - છોડવાની, યુદ્ધ ને બુદ્ધિ નથી, કાર પરિષદનું - તમે આરંભ અને પરિગ્રહમાં, જિદ્ધો સિ - આસક્ત થઈ રહ્યા છો, મોટુંવ્યર્થ જ, ફરિ૩આ પ્રમાણે, આટલો, વિખણાવોવિપ્રલાપ–બકવાટ, વરુઓ- કર્યો, તેથી હવે, આતિઓ સિ - તમોને સૂચિત કરીને ત્યાગ માર્ગમાં, છામિ = હું જાઉં છું. ભાવાર્થ :- ચક્રવર્તી દ્વારા ધર્મનો અસ્વીકાર કરતાં મુનિએ આ પ્રમાણે કહ્યું કે હે રાજન! ભોગ ત્યાગવાની અને ધર્માચરણ કરવાની તારી બુદ્ધિ કે રુચિ નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છો. મેં વ્યર્થ જ તારી સાથે આટલો વાર્તાલાપ કર્યો કે બકવાટ કર્યો. હવે તને ધર્મારાધના માટે આમંત્રિત કરીને હું જઈ રહ્યો છું. વિવેચન :
બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વજન્મમાં આચરિત નિદાનપૂર્વકના તપસંયમના ફળ સ્વરૂપે વિપુલ ભોગ સામગ્રી પ્રાપ્ત કરી હતી. તેના ઉપર તેને ગર્વ હતો. તેમાં જ તે નિમગ્ન હતો, મુનિને ભોગમાર્ગ તરફ ખેંચવા માટે તે પ્રયત્નશીલ બન્યો. સર્વભોગ્ય સામગ્રીના ઉપભોગ માટે તેણે મુનિને આમંત્રિત કર્યા પરંતુ તત્ત્વજ્ઞ મુનિએ કહ્યું કે તમે એવું ન સમજો કે તમે જ ભોગસામગ્રી પ્રાપ્ત કરી છે. કેમ કે મેં પણ ઘણી બધી સામગ્રી પ્રાપ્ત કરી હતી પરંતુ મેં વૈષયિક સુખભોગોને દુઃખમૂલક, સંસારપરિવર્ધક, દુર્ગતિકારક, આર્તધ્યાનના હેતુ માનીને ત્યાગી દીધાં છે અને મને આત્મિક સુખશાંતિ અને આનંદ છે. તમે પણ ક્ષણિક ભોગોની આસક્તિ અને પાપકર્મની પ્રવૃતિ છોડો. જીવન નાશવંત છે. મૃત્યુ પ્રતિક્ષણ આવી રહ્યું છે. અતઃ આર્યકર્મ કરો અર્થાત્ જીવદયા કે દાન પુણ્યના કાર્યો કરો, સમ્યગુદષ્ટિ તથા વ્રતી શ્રમણોપાસક બનો, જેથી તમે સુગતિ મેળવી શકો. કદાચ તમને પૂર્વજન્મમાં આચરિત તપ, સંયમ તેમજ નિદાનનાં ફળસ્વરૂપ ચક્રવર્તીની ઋદ્ધિ તેમજ ભોગસામગ્રી પ્રાપ્ત થઈ છે, પરંતુ તેનો ઉપયોગ સત્કર્મમાં કરો, આસક્તિરહિત બની તેનો