________________
૨૧૮
ભાવાર્થ :– મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી યુક્ત તે જિતેન્દ્રિય મુનિ ભિક્ષા અર્થે જ્યાં બ્રાહ્મણોનો યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યાં યજ્ઞ મંડપમાં પધાર્યા.
વિવેચન :
સોવનજુત :– (૧) ચાંડાળકુલ. (૨) જે કુળમાં કૂતરાનું માંસ રાંધવામાં આવે છે, તે કુળ. – ચૂર્ણિ. (૩) હિરકેશ, ચાંડાલ, શ્વપાક, માતંગ, બાહ્ય, પાણ, શ્વાનધન, મૃતાશ, સ્મશાનવૃત્તિ અને નીચ, આ બધા એકાર્થક છે —નિર્યુક્તિ.
હરિક્ષવતો:- (૧) 'હરિકેશ' મુનિનું ગોત્ર હતું અને 'બલ' તેનું નામ હતું. (૨) 'હરિકેશ' નામક ગોત્રનું વેદન કરનાર.
=
मुणी ઃ– સર્વ વિરતિની પ્રતિજ્ઞા લેનાર અને ધર્મ – અધર્મનું મનન કરનાર.
અહીં શાસ્ત્રકારનો આશય એ છે કે કોઈ જાતિ કે કુળમાં જન્મ લેવા માત્રથી કોઈ વ્યક્તિ ઊંચ કે નીચ બની જતી નથી પરંતુ ગુણ અને અવગુણના કારણે જ વ્યક્તિમાં ઊંચતા અને નીચતા પ્રગટ થાય છે. હિરકેશબલ ચાંડાલકુળમાં જન્મેલા હતા. તે કુળના લોકો કૂતરાનું માંસ ખાનારા, શબનાં વસ્ત્રોનો ઉપયોગ કરનાર, આકૃતિથી ભયંકર, પ્રકૃતિથી કઠોર તેમજ અસંસ્કારી હોય છે. તેવા અસંસ્કારી ઘૃણિત કુળમાં જન્મ લઈને પણ હરિકેશબલ પૂર્વ પુણ્યોદયથી શ્રેષ્ઠ ગુણોના ધારક, જિતેન્દ્રિય અને ભિક્ષાજીવી મુનિ
બન્યા હતા.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
બીજી અને ત્રીજી ગાથામાં દર્શાવવામાં આવ્યું છે કે કેવળ પ્રતિજ્ઞાથી કે નામમાત્રથી જ મુનિ ન હતા પરંતુ મુનિધર્મના આચારથી યુક્ત હતા. તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પાલન પૂર્ણ સાવધાનીપૂર્વક કરતા હતા. તે મુનિ જિતેન્દ્રિય, પંચ મહાવ્રતરૂપ સંયમમાં પુરુષાર્થી, સમ્યક્ સમાધિસંપન્ન અને નિર્દોષ ભિક્ષા દ્વારા નિર્વાહ કરનાર હતા.
બ્રાહ્મણો દ્વારા મુનિની અવજ્ઞા :
४
तं पासिऊणमेज्जंतं, तवेण परिसोसियं । पंतोवहि उवगरणं, उवहसंति अणारिया ॥४॥
શબ્દાર્થ:- તવેન = તપથી, રિસોસિય = કૃશ શરીરવાળા, પંતોઽહિતવર્ણં = જીર્ણ અને મલિન ઉપકરણવાળા, તેં – તે મુનિને, જ્ગત આવતાં, પાપ્તિળ – જોઈને, અળરિયા = અનાર્યની જેમ તે બ્રાહ્મણ, વહતિ = હસવા લાગ્યો.
ભાવાર્થ :- તપથી સૂકાયેલા શરીરવાળા તથા જીર્ણ તેમજ મલિન વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણવાળાં મુનિને આવતાં જોઈને તે બ્રાહ્મણો અનાર્યની જેમ તેની મજાક, મશ્કરી કરવા લાગ્યા, હસવા લાગ્યા.