________________
૨૦૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિવેચન :
વિદ્યા રહિત વગેરે છ અવગુણોવાળા સાધુ બહુશ્રુત થઈ શકતા નથી. તે અબહુશ્રુત જ રહે છે, જેમ કે – ૧. શાસ્ત્રજ્ઞાનથી રહિત ૨. અભિમાની ૩. વિષયાસક્ત ૪. અનિગ્રહી ૫. અયોગ્ય ભાષી ૬. અવિનીત. સંયમી સાધકોએ જ્ઞાની અને બહુશ્રુત થવા માટે આ અવગુણોને પોતાના આત્મામાં પ્રવેશ આપવો નહિ. શિક્ષાપ્રાપ્તિમાં બાધક કારણો - | अह पंचहिं ठाणेहिं, जेहिं सिक्खा ण लब्भइ ।
थभा कोहा पमाएण, रोगेणाऽऽलस्सएण य ॥३॥ શબ્દાર્થ – ઘંબા-માન, ઓહ, ક્રોધ, નાણાં - પ્રમાદ, રોગ - રોગ, માનરૂપણ - આળસ, - આ, પહિં= પાંચ, વાર્દિ- કારણોથી, સિવ - શિક્ષા, ભટ્ટ - પ્રાપ્ત થતી નથી.
ભાવાર્થ - પાંચ અવગુણ સ્થાનો છે, જેના કારણે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તે આ પ્રમાણે છે– (૧) અભિમાન (૨) ક્રોધ (૩) પ્રમાદ (૪) રોગ અને (૫) આળસ. જ્ઞાન પ્રાપ્તિમાં સાધક કારણો -
अह अट्ठहिं ठाणेहिं, सिक्खासीले त्ति वुच्चइ । अहस्सिरे सया दंते, ण य मम्ममुदाहरे ॥४॥ णासीले ण विसीले, ण सिया अइलोलुए ।
अकोहणे सच्चरए, सिक्खासीले त्ति वुच्चइ ॥५॥ શબ્દાર્થ :- અહિં - આઠ, ઢાઉં - સ્થાનોથી, તિહારીને રિ - આ આત્મા શિક્ષા પામવાને યોગ્ય, મહસ્તિરે - વધારે પડતું હાસ્ય ન કરનાર, સયા તે - ઈન્દ્રિયોનું દમન કરનાર, મર્મ - મર્મ વચન, સવારે - ન કહેનાર, વાણીને - ચારિત્રની વિરાધના ન કરનાર, ચારિત્ર સંપન્ન, ન વિણીને = વ્રતોનું નિરતિચાર પાલન કરનાર, = અતિ લોલુપ, સિયા = ન થવું જોઈએ, અwોને = ક્રોધ રહિત, ક્રોધ ન કરનાર, સન્ન = સત્યાનુરાગી, સત્યનિષ્ઠ, સંયમનિષ્ઠ, સિન્હાને ત્તિ = શિક્ષાશીલ.
ભાવાર્થ :- આ આઠ સ્થાનોથી અર્થાત્ ગુણોથી શિક્ષાશીલ કહેવાય છે – (૧) જે સદા હાંસી મજાક ન કરે, (૨) ઈન્દ્રિયો અને મનનું દમન કરનાર હોય, (૩) બીજાના મર્મ ઉઘાડનાર ન હોય (૪) અશીલ અર્થાત્ સદાચાર, સંયમાચારથી રહિત ન હોય (૫) વિશીલ અર્થાત્ અતિચારોથી વ્રત કે ચારિત્રને કલંકિત