________________
અધ્યયન–૧૧ : બહુશ્રુત પૂજા
•
અગિયારમું અધ્યયન -
બહુશ્રુત પૂજા
૧૯૯
IPE
અધ્યયનનો ઉપક્રમ :
१ संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो । आयारं पाउक्करिस्सामि, आणुपुव्वि सुणेह मे ॥१॥
શબ્દાર્થ :- આયાર્ં - આચારને, શ્રુતાચારને.
ભાવાર્થ :– જે બાહ્ય અને આત્યંતર સંયોગોથી સર્વથા મુક્ત ભિક્ષુ છે, તેના આચારને અર્થાત્ સૂત્રચારને અનુક્રમથી પ્રગટ કરીશ, તેને મારી પાસેથી સાંભળો.
વિવેચન :
માયાર્ં :- આચાર શબ્દ અહીં સંયમનાં અનુષ્ઠાનો, તત્ સંબંધી ગુણો, શ્રુતજ્ઞાન પ્રાપ્તિ અને વિનય ધર્મને સૂચિત કરતી શિક્ષાઓની અપેક્ષા રાખે છે અર્થાત્ ભિક્ષુ ગુણવાન થઈ બહુશ્રુત કેમ થાય; તેની સર્વ શિક્ષા, પ્રેરણાઓ આ અધ્યયનમાં છે.
અબહુશ્રુતનું સ્વરૂપ :
२ जे यावि होइ णिव्विज्जे, थद्धे लुद्धे अणिग्गहे । अभिक्खणं उल्लवइ, अविणीए अबहुस्सु ॥२॥
E/E
શબ્દાર્થ :- ને યાવિ - જે કોઈ પણ મુનિ, પિષ્વિો = વિધારહિત, શ્રુતજ્ઞાનરહિત, શાસ્ત્રજ્ઞાન
-
-
રહિત, થન્દ્રે = અભિમાની, શુદ્ધે - રસાદિમાં આસક્ત, અણિહે - અજિતેન્દ્રિય, અવિળીર્ અવિનીત છે તથા, અભિવqળ - વારંવાર, કવિક્ = અસંબદ્ધ ભાષણ કરે છે તે, અવદુલ્લુર = અબહુશ્રુત છે, અલ્પજ્ઞાની છે.
ભાવાર્થ :- જે ભિક્ષુ શ્રુતજ્ઞાન રહિત છે, અહંકારી છે, રસાદિમાં લુબ્ધ કે વૃદ્ધ છે, અજિતેન્દ્રિય છે અર્થાત્ મન તથા ઈન્દ્રિયોનો નિગ્રહ કરતો નથી, વારંવાર અસંબદ્ઘ ભાષણ કરે છે તથા જે અવિનીત છે, તે અબહુશ્રુત હોય છે.