________________
[ ૧૭૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- જે અજ્ઞાની ઉગ્ર તપસ્વીઓ, માસ માસના ઉપવાસ તપ કરે છે અને પારણામાં સોયની અણી પર રહે એટલો જ ખોરાક લે છે, તેઓ સમ્યફચારિત્ર રૂપ મુનિધર્મના સોળમા ભાગનું ફળ પણ પામી શકતા નથી અર્થાતુ તેનું તપ સમ્યફચારિત્રની સોળમી કળા બરાબર પણ થઈ સકતું નથી.
વિવેચન :
પોરામ - ઘોરાશ્રમનો અર્થ અહીં ગૃહસ્થાશ્રમ કર્યો છે. વૈદિક દષ્ટિથી ગૃહસ્થાશ્રમને ઘોર અર્થાત્ કઠિન કહ્યો છે કારણકે (૧) બ્રહ્મચર્યાશ્રમ, (૨) વાનપ્રસ્થાશ્રમ (૩) સંન્યાસાશ્રમ, આ ત્રણે ય આશ્રમના પાલન અને રક્ષણની જવાબદારી ગૃહસ્થાશ્રમી ઉપર જ રહે છે, તેમ જ પોતાનું ગૃહસ્થ જીવન ચલાવવાની અને નિભાવવાની જવાબદારી પણ તેની જ છે. ખેતી, પશુપાલન, વાણિજ્ય, ન્યાય, સુરક્ષા વગેરે કર્તવ્યોથી ગૃહસ્થાશ્રમની સાધના અત્યંત કષ્ટ સાધ્ય છે જ્યારે બીજા આશ્રમમાં તો નથી અન્ય આશ્રમોની જવાબદારી, નથી સ્ત્રી પુત્રાદિના ભરણપોષણની ચિંતા કે નથી ખેતી, પશુપાલન, વાણિજ્ય, ન્યાય, સુરક્ષા વગેરેની જવાબદારી. આ દષ્ટિએ અન્ય આશ્રમ એટલા કષ્ટ સાધ્ય નથી, મહાભારતમાં દર્શાવ્યું છે કે જેમ દરેક જીવ માતાના આશ્રયે જીવે છે, તેમ ગૃહસ્થાશ્રમનો આશ્રય લઈને જ દરેક જીવે છે. મનુસ્મૃતિમાં ગૃહસ્થાશ્રમને યેષ્ઠાશ્રમ કહ્યો છે. ચૂર્ણિકારે પણ એ જ ભાવને વ્યક્ત કર્યો છે કે પ્રવજ્યાપાલન કરવું સુખસાધ્ય છે, પરંતુ ગૃહસ્થાશ્રમનું પાલન કરવું દુઃખસાધ્ય છે અર્થાત્ કઠિન છે. આઠમા પ્રશ્નોત્તરનો સાર :- દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું – ધર્માર્થી પુરુષે ગૃહસ્થાશ્રમનું સેવન કરવું જોઈએ, કેમ કે તે ઘોર છે અર્થાત સંન્યાસની અપેક્ષાએ ગૃહસ્થાશ્રમ ઘોર છે, કારણ કે તેમાં ઘણી જવાબદારીઓ હોય છે.
નમિરાજર્ષિનો ઉત્તર :- ઘોર હોવા માત્રથી કોઈ કાર્ય શ્રેષ્ઠ કહી શકાય નહીં. બાલતપ કરનારા તપસ્વી પંચાગ્નિતપ, કંટકશધ્યા શયન વગેરે ઘોર તપ કરે છે, પરંતુ તે સર્વ સાવધ વિરતિરૂપ મુનિધર્મની તુલનામાં તેના સોળમા ભાગે પણ આવી શકતું નથી. સારાંશ એ છે કે ધર્માર્થી માટે ગૃહસ્થાશ્રમ ઘોર હોવા છતાં પણ સર્વોચ્ચ ધર્મ નથી, તેના માટે સર્વોચ્ચ ધર્મ તો સંયમ જ છે. તે માટે હું ગૃહસ્થાશ્રમને છોડી રહ્યો છું, તે ઉચિત જ છે. કુમાર ધુમ્મસ :- (૧) તીર્થંકરાદિ દ્વારા પ્રતિપાદિત સર્વસાવધવિરતિરૂપ સંયમ ધર્મ છે. તેને જ સર્વ સુંદર કહ્યો છે, સ્વાખ્યાતધર્મ = સમ્યકુચારિત્ર (૨) સર્વવિરતિ ચારિત્રરૂપ મુનિધર્મનું સમગ્રરૂપે આચરણ કરનાર સાધક સ્વાખ્યાત ધર્મવાન અર્થાત્ સર્વવિરતિ ચારિત્રવાન મુનિ હોય છે. સુ ખ તુ :- બે રૂપ, બે અર્થ – (૧) જે ડાભના અગ્રભાગ પર રહી શકે તેટલા આહારનું સેવન કરે છે. (૨) ડાભના અગ્રભાગથી ખાય છે, આંગળી વગેરેથી નહીં. સારાંશ એ છે કે પહેલા અર્થમાં એકવાર ખાનારનું અને બીજા અર્થમાં અનેકવાર ખાનારનું કથન થાય છે. પહેલો અર્થ પ્રાસંગિક છે.