________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
| ૧૫૫ |
૬. આત્મગુણોમાં બાધક શત્રુઓથી સુરક્ષા માટે આત્મદમન કરી આત્મવિજયી બનવું, એ જ આત્માર્થી
માટે શ્રેયસ્કર છે, બીજાનું દમન કરવું ઉચિત નથી અને તે સુખનું કારણ પણ નથી. સાવધ યજ્ઞ અને દાન, ભોગ વગેરેની અપેક્ષાએ સર્વવિરતિ સંયમ શ્રેષ્ઠ છે. જે અજ્ઞાની સાધક માસખમણના પારણે ડાભના અગ્રભાગ પર સમાય એટલો આહાર કરે, તો પણ સમયચારિત્ર ધર્મની સોળમી કળા સમાન પણ નથી માટે સર્વવિરતિ સંયમ, સમત્વ તેમજ રત્નત્રયની સાધના કરવી એ જ શ્રેષ્ઠ છે. સોના, ચાંદી વગેરે ધનના અસંખ્ય કૈલાસ પર્વત થઈ જાય, તો પણ મનુષ્યની લાલસા પૂર્ણ થતી નથી. ઈચ્છા અનંત છે. તેની પૂર્તિ થવી અસંભવ છે, તેથી નિરાકાંક્ષ અને નિઃસ્પૃહ બનવું જ શ્રેષ્ઠ
છે. ૧૦. સાંસારિક કામભોગ શલ્યરૂપ છે, વિષધર સર્પ છે. ક્રોધાદિ કષાયો આત્મગુણોનો ઘાત કરી મનુષ્યને
દુર્ગતિમાં લઈ જાય છે, મુમુક્ષુ નિગ્રંથ માટે ભોગ અને કષાયોનો ત્યાગ જ હિતકર છે.
નમિ રાજર્ષિના ઉત્તરો સાંભળી દેવેન્દ્ર અત્યંત પ્રભાવિત બની, પરમ શ્રદ્ધાભક્તિવશ સ્તુતિ, પ્રશંસા તેમજ વંદના કરી પોતાના સ્થાને પાછા ફર્યા. નમિ રાજર્ષિએ દીક્ષા અંગીકાર કરી સંયમનું પાલન કર્યું અને કર્મ ક્ષય કરી મોક્ષે ગયા.
ooo