________________
૧૪૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
મોક્ષને માટે, હિત અને કલ્યાણને માટે, સં - તેને, વિનોઉપ - આઠ કર્મોથી મુક્ત કરાવવા માટે, માસ - કહેવા લાગ્યા. ભાવાર્થ :- કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનાધારક તીર્થકર ભગવાને સર્વ જીવોના હિત અને કલ્યાણ ને માટે, તે જીવોને અષ્ટવિધકર્મોથી મુક્ત થવા માટે આ પ્રમાણે કહ્યું.
વિવેચન :અપુર્વ અ ગ્નિ કુહાડ :- અધુવ– એક સરખી સ્થિતિથી રહિત, વિભિન્ન ગતિઓ તેમજ વિભિન્ન યોનિઓમાં જીવ પરિભ્રમણ કરે છે, તે અધૂવ છે. અશાશ્વત જીવની કોઈ પણ ગતિ કે યોનિ શાશ્વત કે નિત્ય નથી, ક્ષણભંગુર છે માટે તે અશાશ્વત છે. દુઃખપ્રચુર–તે ગતિ કે યોનિમાં જીવને શારીરિક, માનસિક દુઃખ અથવા આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ દુઃખોની બહુલતા હોય છે. આમ આ ત્રણેય સંસારનાં વિશેષણ છે. પુષ્યસંગોન:- (૧) પૂર્વસંયોગ – સંસાર પહેલાં હોય છે, મોક્ષ પછી; અસંયમ પહેલાં હોય છે, સંયમ પછી; જ્ઞાતિજન ધન વગેરે પહેલાં હોય છે અને ત્યાગ પછી કરવામાં આવે છે; આ દષ્ટિએ પૂર્વસંયોગનો અર્થ સંસાર સંબંધ, જ્ઞાતિ વગેરે સંબંધ. (૨) પૂર્વ પરિચિત, માતા, પિતા આદિનો તથા ઉપલક્ષણથી સ્વજન, ધન વગેરેનો સંયોગ સંબંધ, એ પૂર્વસંયોગ છે. રોસપોર્દિ :- દોષો, અવગુણો (૧) દોષ એટલે આ લોકમાં માનસિક સંતાપ વગેરે અને પ્રદોષ એટલે પરલોકમાં નરકગતિ વગેરે (૨) દોષ પદો – અપરાધનાં સ્થાનોથી. સારાંશ એ છે કે આસક્તિ મુક્ત સાધુ અતિચાર રૂપ દોષસ્થાનોથી મુક્ત થઈ જાય છે. (૩) અનેક પ્રકારના અવગુણોથી કે કર્મ બંધના હેતુઓથી. (૪) રાગદ્વેષ કે મોહ મમતાથી મુક્ત થઈ જાય છે. નિર્લિપ્તતાનો ઉપદેશ :[४ सव्वं गंथं कलहं च, विप्पजहे तहाविहं भिक्खू ।
सव्वेसु कामजाएसु, पासमाणो ण लिप्पइ ताई ॥४॥ શબ્દાર્થ :- તહાં તે પ્રમાણે કર્મબંધન કરાવનાર, થં - બાહ્ય અને આત્યંતર પરિગ્રહ, વનદં - કલેશ તથા અન્ય કષાયોને, વિપ્રગટે છોડી દે, તારું - છ કાયના રક્ષક મુનિ, સવ્વસુ - બધાં. કામગાહg-મનોજ્ઞ શબ્દાદિ વિષય સમૂહમાં, પાસનાળો જોતાં, જાણતાં, તેના કટુ પરિણામોને જોતાં, જાણતાં, પણ નિપ્પ = તેમાં આસક્ત ન થાય, તેમાં લેપાય નહીં. ભાવાર્થ :- મુનિ કર્મબંધનના હેતુરૂપ બાહ્ય આત્યંતર પરિગ્રહનો અને કલેશનો ત્યાગ કરે. સમસ્ત ઇન્દ્રિય વિષયોમાં દોષ દેખીને અર્થાત તેના કટુ પરિણામને જાણીને, છકાય રક્ષક મુનિ તેમાં લેવાય નહીં અથવા ભોગ સામગ્રીઓ મળવા છતાં પણ તેમાં લિપ્ત થાય નહીં.