________________
અધ્યયન–૬ : ક્ષુલ્લક નિગ્રંથીય
ZEE
અવિધાફળ :
છઠ્ઠું અધ્યયન
સુલ્લક નિગ્રંથીય
जावंतऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पंति बहुसो मूढा, संसारम्मि अनंतए ॥१॥
૧૧૩
E/IE
=
શબ્દાર્થ :- નાવંત = જેટલા પણ, અવિષ્ના પુરિયા - અવિધાવાળા, અજ્ઞાની પુરુષ છે, યુવલસમવા = દુઃખ ભોગવનાર, મૂઢા – હિતાહિતના વિવેકથી રહિત, અજ્ઞાની, ખંતણ્ - અનંત, સંસારથ્યિ = સંસારમાં, વહુલો અનેકવાર, તુવ્યંતિ – દુઃખોથી પીડિત થાય છે, ભટકે છે.
=
ભાવાર્થ :- જેટલા અવિદ્યાવાન પુરુષો છે, તે બધા પોતપોતાના માટે દુઃખ ઉત્પન્ન કરનારા છે. અજ્ઞાનને કારણે મૂઢ બનેલા તે બધા અનંત સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે, દુઃખ પામે છે.
વિવેચન :
અવિગ્ગા પુરિયા :- જેનું ચિત્ત મિથ્યાત્વથી ગ્રસિત હોય, જેનામાં તત્ત્વજ્ઞાન કે સમ્યજ્ઞાનનો અભાવ હોય, તે અવિદ્યાવાન પુરુષ છે. અહીં અવિધાનો અર્થ સર્વથા જ્ઞાનશૂન્યતા નથી.
યુવશ્ર્વસંમવા :– અજ્ઞાની પુરુષ દુ:ખોની વૃદ્ધિ કરનાર, દુઃખ પરંપરાને વધારનાર હોય છે.
--
ઉદાહરણ :– એક ભાગ્યહીન દરિદ્ર માણસ ધનોપાર્જન માટે પરદેશ ગયો. ત્યાં તેને કંઈ જ દ્રવ્ય પ્રાપ્ત ન થયું. તે પોતાના દેશ તરફ પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં એક ગામની બહારના દેવાલયમાં રાત રોકાયો. ત્યાં તેને એક વિદ્યાસિદ્ધ પુરુષ મળ્યા. તેની પાસે એક કામકુંભ હતો, જેના પ્રભાવે સિદ્ધપુરુષ મનોવાંછિત વસ્તુ પ્રાપ્ત કરી લેતા હતા. આ દરિદ્રીએ તેની સેવા કરી. સેવાથી પ્રસન્ન થઈને પૂછ્યું– 'તને મંત્રિત કામકુંભ દઉં કે કામકુંભ પ્રાપ્ત કરવાની વિદ્યા આપું ?' વિદ્યા સાધના કરવામાં કાયર અને આળસુ દરિદ્રીએ કામકુંભ જ માંગી લીધો. કામકુંભ મેળવી તે મનગમતી વસ્તુઓ પ્રાપ્ત કરી ભોગાસકત બની ગયો. એક દિવસ મધપાનથી ઉન્મત્ત બની તે માથા ઉપર કામકુંભ રાખી નાચવા લાગ્યો. થોડી જ અસાવધાનીથી કામકુંભ નીચે પડતાં ટુકડે ટુકડા થઈ ગયા. તેનો બધો વૈભવ નષ્ટ થઈ ગયો. પુનઃ તે દરિદ્ર બની ગયો. તે ખૂબ જ પશ્ચાત્તાપ કરવા લાગ્યો– જો મેં વિદ્યા પ્રાપ્ત કરી લીધી હોત તો બીજો કામકુંભ બનાવીને સુખી બની જાત. પરંતુ વિધારહિત તે દરદ્રી દુઃખી થઈ ગયો, તેમ અધ્યાત્મ વિદ્યારહિત પુરુષ સંસારમાં જન્મ, જરા, મૃત્યુ