________________
| અધ્યયન-૫: અકામમરણીય
૯૫ |
ઋદ્ધિ અને રસોમાં આસક્ત, સુખાભિલાષી, અજ્ઞાનાન્ધકારથી આચ્છાદિત, પાપકર્મરત અને વ્રત પ્રત્યાખ્યાનથી રહિત જીવ ચારિત્રબાલ છે. બાલ જીવોના મરણને બાલમરણ કહે છે.
સંયત અને સર્વવિરતિનું મરણ પંડિતમરણ કહેવાય છે. પંડિતના ચાર ભેદ છે-(૧) વ્યવહાર પંડિત - લોક વ્યવહારમાં નિપુણ, વેદ આદિ શાસ્ત્રના જ્ઞાતા, (૨) દર્શન પંડિત – સમ્યક્ શ્રદ્ધાથી સંપન, સમ્યકત્વયુક્ત (૩) જ્ઞાનપંડિત – સમ્યગુજ્ઞાન યુક્ત (૪) ચારિત્રપંડિત – સમ્મચારિત્ર યુક્ત. પંડિતમરણના ત્રણ ભેદ :- (૧) ભક્તપ્રત્યાખ્યાન – જીવન પર્યન્ત ત્રિવિધ યા ચતુર્વિધ આહારત્યાગ પૂર્વક થતું મરણ. (૨) ઈગિનીમરણ – સીમિત સ્થાનમાં રહી ચતુર્વિધ આહારત્યાગરૂપ અનશનપૂર્વક મરણ. તેમાં બીજાની સેવા લેવામાં આવતી નથી. (૩) પાદપોપગમન મરણ - સંઘથી મુક્ત થઈને યોગ્ય પ્રદેશમાં જઈને વૃક્ષની ડાળીની જેમ સ્થિર અવસ્થામાં ચાર પ્રકારના આહારના ત્યાગપૂર્વક જે મરણ થાય તેને પાદપોપગમન મરણ કહે છે. તેમાં સ્વયં પોતાના શરીરની પરિચર્યા, સેવા શુશ્રુષા કે અનુકૂળતા કરતા નથી કે બીજા પાસે કરાવતા નથી.
સમવાયાંગસૂત્રમાં મરણના ૧૭ ભેદ દર્શાવ્યા છે. તેમાં પૂર્વોક્ત બાર ભેદ સહિત પાંચ ભેદ આ પ્રમાણે છે– ૧. આવીચિ મરણ ૨. અવધિ મરણ ૩. આત્યંતિક મરણ ૪. છાસ્થ મરણ ૫. કેવળી મરણ. પ્રસ્તુત અધ્યયનમાં નિરૂપિત બાલમરણ અને પંડિતમરણમાં આ સર્વ ભેદો અંતર્ગત થઈ જાય છે.
ooo