________________
અધ્યયન–૪ : અસંસ્કૃત
કહ્યું કે કૃત કર્મોને ભોગવ્યાં વિના છુટકારો મળતો નથી. કર્મોનાં ફળ આ જન્મમાં પણ મળે છે અને આગામી જન્મમાં પણ મળે છે. કર્મોનાં ફળથી કોઈ બચી શકતું નથી. તેને ભોગવવાનું અવશ્યભાવી છે.
૫.
9.
૭.
૮.
૮૩
।
લોકોમાં એવીપણ એક ભ્રમણા છે કે જો એક વ્યક્તિ અનેક વ્યક્તિઓને માટે શુભાશુભ કર્મ કરે છે, તો તેનું ફળ તે સર્વ ભોગવે છે તેનું ખંડન કરતાં ભગવાને કહ્યું છે કે સંસારી જીવ પોતાના પરિવાર માટે જે કાર્ય કરે છે, તેનું ફળ ભોગવવાના સમયે તે પરિવારના લોકોની બંધુતા કે ભાગીદારી ચાલતી નથી. પાપકર્મનાં ફળ પોતાને જ કે કરનારને જ ભોગવવા પડશે, તે ભૂલવું ન જોઈએ.
લોકોમાં એક ભ્રમણા છે કે સાધના માટે સંઘ કે ગુરુ આદિનો આશ્રય વિઘ્નકારક છે, વ્યક્તિએ સ્વયં એકાકી સાધના કરવી જોઈએ; પરંતુ ભગવાને કહ્યું છે કે 'જે સ્વછંદવૃત્તિનો ત્યાગ કરી ગુરુના સાનિધ્યમાં રહીને ગ્રહણ અને આસેવન શિક્ષા પ્રાપ્ત કરીને સાધના કરે, તે જ પ્રમાદ વિજયી બની મોક્ષને પ્રાપ્ત કરે છે.
લોકો એમ માને છે કે યુવાવયમાં મન ફાવે તેમ જીવી લઈએ, પાછલી વયમાં ધર્મ કરીશું, તેનું નિરાકરણ કરતાં ભગવાને કહ્યું છે કે જે પૂર્વ જીવનમાં અપ્રમાદી બની શકતા નથી તે પશ્ચાત્ જીવનમાં પણ અપ્રમાદી બની શકતા નથી. જ્યારે આયુષ્ય પૂર્ણ થવામાં હશે, ત્યારે પ્રમાદી વ્યક્તિ માટે વિષાદ—શોક સિવાય કંઈ જ રહેશે નહિ અર્થાત્ તે ધર્મ આરાધના કરી શકશે નહિ. આથી પૂર્વ વયે જ અથવા બોધ પામતાં જ પ્રમાદ તેમજ કામભોગોને છોડી સંયમપથમાં પ્રવેશ કરી જીવન અપ્રમત્ત બનાવી આત્મરક્ષા કરી લેવી જોઇએ.
(૧) મોહનિદ્રાધીન થયેલા વ્યક્તિઓની વચ્ચે પણ ભારેંડપક્ષીની જેમ જાગૃત થઇને રહેવું જોઈએ. । (૨) સમય કોઈની રાહ જોતો નથી. આયુષ્ય નષ્ટ થતું રહે છે. શરીર દુર્બલ અને વિનાશી છે, તેથી જરા પણ પ્રમાદ ન કરવો. (૩) સમયે સમયે દોષોથી બચવા માટે સાવધાન રહેવું જોઈએ. (૪) શરીરનું પોષણ, રક્ષણ, સંવર્ધન પણ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિના લક્ષથી જ કરવું જોઈએ અને જ્યારે શરીર સાધનાના સાધનરૂપે કાર્ય ન કરી શકે ત્યારે તેનું મમત્વ છોડી દેવું જોઈએ. (૫) વિવિધ અનુકૂળતા પ્રતિકૂળતામાં સમત્વ ભાવ રાખવો જોઈએ. (૬) પ્રતિક્ષણ અપ્રમત્ત ભાવોમાં રહી, તમ શ્વાસ સુધી, રત્નત્રયાદિ ગુણોની આરાધનામાં તત્પર રહેવું જોઈએ. આવી અમૂલ્ય શિક્ષાઓ આ અધ્યયનમાં સૂચિત કરવામાં આવી છે.
આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં અપ્રમાદભાવને મૂળ મંત્ર બનાવી, તે મંત્રની સિદ્ધિ માટેના ઉપાયો દર્શાવ્યા છે.
000