________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ચોથું અધ્યયન
પરિચય :
આ ચોથા અધ્યયનનું નામ 'અસંસ્કૃત' છે. આ નામ અનુયોગદ્વાર સૂત્રોકત પ્રથમપદને અનુસરતું નામ છે. નિર્યુક્તિ અનુસાર આ અધ્યયનનું નામ પ્રમાદાપ્રમાદ છે, આ નામ અધ્યયનના વિષય આધારિત
આ અધ્યયનનો પ્રતિપાધ મુખ્ય વિષય છે પ્રમાદથી નિવૃત્તિ અને જીવનના અંત સુધી અપ્રમાદપણે માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિ કરવી.
પ્રસ્તુત અધ્યયનમાં ભગવાન મહાવીરે પ્રમાદના કારણરૂપે સમ્યક્ દષ્ટિકોણના અભાવનું કથન કર્યું છે. મિથ્યા માન્યતાઓ દ્વારા મનુષ્ય નીતિ કે સત્યમાર્ગથી ભ્રષ્ટ બની પ્રમાદમાં રહીને વાસ્તવિક મોક્ષ-પુરુષાર્થથી ટ્યુત થઈ જાય છે. તે યુગમાં જીવન પ્રતિ કંઈક ભ્રાન્ત ધારણાઓ-મિથ્યા લોકમાન્યતાઓ પ્રચલિત હતી, તેને પ્રસ્તુત અધ્યયનમાં પ્રમાદસોત કહી તેનું નિરાકરણ કર્યું છે. જેમ કે – ૧. 'જીવન સંસ્કૃત છે અથવા જીવન સંસ્કૃત બનાવી શકાય છે. એવું તથાકથિત સંસ્કૃતવાદી માનતા
હતા. તેઓ મંત્રો, તંત્રો, દેવો કે અવતારોની સહાયતાથી તૂટેલા અથવા તૂટી રહેલા જીવનને ફરી સાંધી શકાય છે, એમ માનતા હતા પરંતુ ભગવાન મહાવીરે તેનું નિરાકરણ કરતાં કહ્યું કે જીવન અસંસ્કૃત છે અર્થાત્ તૂટનારું જીવન કોઈ પણ મંત્રતંત્રાદિ કે દેવ, અવતાર આદિની સહાયતાથી પણ સાંધી શકાતું નથી. ધર્મ વૃદ્ધાવસ્થામાં કરવો જોઈએ, પહેલાં નહીં; આવી ભ્રાંત માન્યતાનું સમાધાન ભગવાને કર્યું છે
કે, ધર્મ કરવા માટે દરેક સમય યોગ્ય જ છે. વૃદ્ધાવસ્થા આવશે કે નહીં તે પણ નિશ્ચિત નથી.' . ભગવાને ધનને અશરણભૂત બતાવતાં કહ્યું છે કે આ લોક અને પરલોક બંનેમાં ધન રક્ષક બની
શકતું નથી પરંતુ જે વ્યક્તિ પાપકર્મો દ્વારા ધનોપાર્જન કરે છે, તે ધનને અહીં છોડીને જાય છે અને ચોરી, અનીતિ, બેઈમાની, છેતરપીંડી, હિંસા આદિ પાપકર્મોના ફલસ્વરૂપે તે અનેક જીવોની સાથે વેર બાંધી નરકનો મહેમાન બને છે. ધનનો વ્યામોહ મનુષ્યના વિવેકદીપને બુઝાવી નાખે છે, જેના કારણે તે યથાર્થ પથને જોઈ શકતો નથી. કેટલાકની માન્યતા એવી પણ હોય છે કે કર્મોનાં ફળ આગલા જન્મમાં મળે છે તથા કર્મોનાં ફળ છે જ નહીં, હોય તો પણ ભગવાન કે અવતારને પ્રસન્ન કરીને તે ફળથી છૂટી શકાય છે પરંતુ ભગવાને
૨.