________________
૭૮
કર. આવો સાધક જ પાર્થિવ (સ્થૂલ) શરીરને છોડીને સ્વર્ગ કે મોક્ષ તરફ ગમન કરે છે.
વિવેચન :
(૧) ચારે ય અંગને પ્રાપ્ત કરનાર પ્રશસ્ત તપસ્વી નવાં કર્મોના આગમનને રોકીને સંવૃત્ત બને છે તથા જૂનાં કર્મોની નિર્જરા કરે છે. (૨) ચતુરંગ પ્રાપ્તિ પછી સરલતા અને સહજતા જેવા સદ્દગુણો પ્રગટે છે, તેથી આત્માની શુદ્ધિ થાય છે, કષાયજન્ય કલુષિતતાનો નાશ થાય છે અને ધર્મસ્થિરતા પ્રગટે છે. ધર્મ સ્થિરતા પ્રાપ્ત થયા પછી ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ તપ, ત્યાગ અને ચારિત્રથી પરમ તેજસ્વિતાને મેળવી લે છે. (૩) કર્મના મિથ્યાત્વ આદિ હેતુઓને દૂર કરીને જે સાધક ક્ષમા વગેરે ધર્મ સંપત્તિથી સંયમની વૃદ્ધિ કરે છે, તે આ શરીરને છોડીને ઊર્ધ્વગમન કરે છે અને દેવગતિ કે મોક્ષને પ્રાપ્ત કરે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
પાવું સરીર :- પાર્થિવ શરીર, પૃથ્વીને 'સર્વસહા' કહે છે, તેમ આ માનવ શરીર પણ સર્વને સહન કરનારું છે. પૃથ્વી કે પૃથ્વીમાં થનાર પાર્થિવ કહેવાય છે. આ શરીરથી જ શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ થવાની અપેક્ષાએ તે શૈલોપમ, અતિનિશ્ચલ હોવાથી પણ પાર્થિવ શરીર કહેવાય છે. આવા પાર્થિવ શરીરને છોડીને સાધક ઊર્ધ્વદિશા તરફ જાય છે અર્થાત્ મોક્ષે જાય છે.
ધલિત્તિવ્વ પાવણ :- (ધૃત) ધીથી સિંચિત અગ્નિ જેવી રીતે શીઘ્ર ઊર્ધ્વગામી બને છે, પૂર્ણ વિકાસને પામે છે; તેવી જ રીતે સરળ અને પવિત્ર હૃદયવાળા સાધક પરમ નિર્વાણ અર્થાત્ મોક્ષરૂપ ઊદિશામાં ગમન કરે છે. તેની ઊર્ધ્વગતિ થાય છે.
જ
ચતુરંગ પ્રાપ્તિનું ભાવી ફળ :
૪
વિજ્ઞાતિહિં મીત્તેËિ, નવા ત્તર-ઽત્તરા |
महासुक्का व दिप्पंता, मण्णंता अपुणच्चवं ॥ १४ ॥
–
શબ્દાર્થ :- વિસામેિષ્ઠિ - અનેક પ્રકારનાં, પીત્તે િ વ્રતનું પાલન કરવાથી, ઉત્તર-સત્તરT = ઉત્તરોત્તર, પ્રધાન, ઊંચા ઊંચા વિમાનવાસી, નવા - દેવ થાય છે, મહાસુવા 7 - મહાશુકલ અર્થાત સૂર્ય—ચંદ્રની સમાન, વિવંતા - પ્રકાશ કરતાં, અનુભવ - અહીં બીજી ગતિમાં ન જવું, મળતા – એમ માનીને, ત્યાં રહે છે.
=
ભાવાર્થ :- અનેક પ્રકારના આચારના પાલનથી ઉત્તરોત્તર ઋદ્ધિ સંપન્ન દેવ બને છે. તે દેવો સૂર્ય ચંદ્રની જેમ અતિશય ઉજ્જવલ પ્રભાવાળા અને દૈદિપ્યમાન શરીરવાળા હોય છે, તે સ્વર્ગમાંથી ફરી ચ્યવન થવાનું નથી, તેમ તેઓ માનતા હોય છે અર્થાત્ તેઓ ત્યાં ઘણું દીર્ઘ (અસંખ્ય વર્ષોનું) આયુષ્ય પ્રાપ્ત કરે છે.
१५
अप्पिया देवकामाणं, कामरूव विउव्विणो । उ कप्पे चिट्ठति, पुव्वा वाससया बहू ॥ १५ ॥