________________
| અધ્યયન-૩: ચતુરંગીય
.
|
૫ |
થઈ જાય છે, તેથી જ સાચી શ્રદ્ધા અર્થાત્ ધર્મનિષ્ઠા પરમ દુર્લભ છે.
અંતિમ દુર્લભ અંગ છે સંયમમાં પરાક્રમ અર્થાત્ પુરુષાર્થ. ઘણા લોકો ધર્મશ્રવણ કરીને સમજીને, શ્રદ્ધા પણ રાખે છે, પરંતુ તે દિશામાં તદનુરૂપ પુરુષાર્થ કરી શકતા નથી. આમ, જાણવું, સાંભળવું, શ્રદ્ધા કરવી, તે એક વાત છે, જ્યારે તેને ક્રિયાન્વિત કરવું અર્થાત્ આચરણમાં મૂકવું, તે બીજી વાત છે. સદ્ધર્મને ક્રિયામય અર્થાત્ આચરણયુક્ત કરવામાં ચારિત્રમોહનો ક્ષયોપશમ, પ્રબળ સંવેગ, પ્રબળ નિર્વેદ (વૈરાગ્ય), ઉત્સાહ વગેરે અનિવાર્ય છે. દરેક વ્યક્તિમાં આ ગુણો હોતા નથી. આથી અહીં સંયમમાં પુરુષાર્થને દુર્લભ દર્શાવ્યો છે. જે પ્રાપ્ત થતાં અન્ય કંઈ જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી માટે તેની જ ઉત્કૃષ્ટ આરાધના કરવાની હોય છે.
અધ્યયનના અંતમાં ૧૧મી થી ૨૦મી સુધીની ૧૦ ગાથાઓમાં દુર્લભ ચતુરંગ પ્રાપ્તિની સાથે ધર્મનું અંતિમ ફળ મોક્ષ છે, તેમ દર્શાવ્યું છે.
OOO