________________
અધ્યયન—૩ : ચતુરંગીય
ત્રીજું અધ્યયન
s
DOOROOR
DRO
પરિચય :
પ્રસ્તુત તૃતીય અધ્યયનનું નામ 'ચતુરંગીય' છે. આ નામ અનુયોગદ્વાર સૂત્રોક્ત નામ પ્રકરણના દસ હેતુઓમાં પ્રથમ પદને કારણે રાખવામાં આવ્યું છે. આ અધ્યનનની પ્રથમ ગાથાનું પ્રથમ પદ છે— ચત્તાર પરમં બિ... આ પદના આધારે ચતુરંગીય નામ પ્રસિદ્ધ થયું છે.
અનાદિકાળથી પ્રાણીની સંસારયાત્રા ચાલી રહી છે. પ્રબળ પુણ્યરાશિ એકઠી થાય, ત્યારે જીવને દુઃખદ સંસારયાત્રાથી મુક્ત થવાનો દુર્લભ અવસર પ્રાપ્ત થાય છે. તે દુર્લભ અવસરના ચાર પ્રકાર છે, તેને જ ચાર પરમ દુર્લભ અંગ કહ્યા છે. પ્રબળ પુણ્યોદયના ઉદયે જીવને આ ચાર અંગની પ્રાપ્તિ થાય છે. જ્યારે વ્યક્તિને એકસાથે ચારે ય અંગ પ્રાપ્ત થાય, ત્યારે તે ધર્મની પૂર્ણ આરાધના કરીને આ સંસારયાત્રામાંથી મુક્તિ મેળવી શકે છે. એક પણ અંગની ખામી વ્યક્તિના જીવનને પૂર્ણ બનાવી શકતી નથી. ચાર અંગ આ પ્રમાણે છે – (૧) મનુષ્યત્વ (૨) સદ્ધર્મ શ્રવણ (૩) સદ્ધર્મમાં શ્રદ્ધા (૪) સંયમમાં પરાક્રમ. અહીં ચારે ય અંગોની દુર્લભતાનું ક્રમશઃ પ્રતિપાદન છે.
સર્વ પ્રથમ આ અધ્યયનમાં મનુષ્યજન્મની દુર્લભતાનું પ્રતિપાદન છ ગાથાઓમાં કરવામાં આવ્યું છે. ભારતીય દર્શનોમાં એ સર્વમાન્ય સિદ્ધાંત છે કે મનુષ્ય શરીર પ્રાપ્ત થયા વિના મોક્ષ, જન્મ મરણ, રાગદ્વેષ અને કર્મોથી મુક્તિ થઈ શકતી નથી. આ માનવ દેહથી જ આત્મા પરમાત્મા બની શકે એટલી ઉચ્ચ સાધના થઈ શકે છે, પરંતુ આ સંસારયાત્રામાં જીવ કયારેક નરકમાં અને કયારેક આસુરીયોનિમાં અનેક જન્મ મરણ કરે છે. મનુષ્યગતિમાં પણ કયારેક અત્યંત ભોગાસકત ક્ષત્રિય બને છે, તો કયારેક ચાંડાલ અને સંસ્કરહીન જ્ઞાતિઓમાં ઉત્પન્ન થઈ કોઈ પણ પ્રકારનો બોધ પ્રાપ્ત કરી શકતો નથી.
તિર્યંચગતિમાં તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી આધ્યાત્મિક વિકાસનું પ્રથમ ચરણ પ્રાપ્ત કરવું પણ મુશ્કેલ બને છે. દેવો પણ ધર્મની આરાધના કરી શકતા નથી. નારકી જીવો ભીષણ દુ:ખોથી સતત ઘેરાયેલા રહે છે, તેથી તેઓમાં સદ્ધર્મ વિવેક જાગૃત થતો જ નથી, તિર્યંચગતિમાં કોઈક પંચેન્દ્રિય તિર્યંચો પૂર્વજન્મના સંસ્કારથી પ્રેરિત ધર્મારાધના કરી શકે છે પરંતુ તે અપૂર્ણ હોય છે. તે તેને મોક્ષના લક્ષ્ય સુધી પહોંચાડવામાં સહાયક બનતી નથી. મનુષ્યમાં ધર્મવિવેક જાગૃત થઈ શકે છે. પરંતુ અધિકાંશ મનુષ્યો વિષયસુખોની મોહનિદ્રામાં સૂતા રહી, સાંસારિક કામભોગોમાં રચ્યાપચ્યા રહે છે અથવા સાધાનાવિહીન વ્યક્તિ કામભોગોની લોલુપતામાં સંપૂર્ણ જિંદગી વેડફી નાંખી પરમ દુર્લભ અંગોને મેળવવાની તકને ગુમાવી દે છે, આથી તેની દીર્ઘ સંસારયાત્રા વારંવાર ચાલુ જ રહે છે.
કદાચ પૂર્વજન્મના પ્રબળ સંસ્કારો અને કષાયોની મંદતાને કારણે, પ્રકૃતિની ભદ્રતા, પ્રકૃતિની