________________
[ ૬૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
-ત્તિ નિા શબ્દાર્થ :- પણ = આ, પરીસહ સમ્બે - બધા પરીષહો, વેડ્ડયા = પ્રભુએ ફરમાવ્યા છે, કહ્યા છે, ને = જેના સ્વરૂપને જાણીને, મિકૂ = વૈર્યવાન સાધુએ, = કયારેય પણ, કયાં ય પણ, વહેપ કોઈ પણ પરીષહ, પુ - ઉપસ્થિત થતાં, આવતાં, જ
વિઝા - સંયમથી વિચલિત થાય નહીં. ભાવાર્થ - કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે આ બધા પરીષહોનું પ્રરૂપણ કર્યું છે. તેને જાણીને ભિક્ષુ કયારેય કોઈ પણ પરીષહથી પરાજિત થાય નહીં પરંતુ એ દરેક પરીષહ પર વિજય પ્રાપ્ત કરે.
–એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
પરીષહ એ સાધકનું અમૃત છે. પ્રતિકૂળતા જ સાધકનેદિન-પ્રતિદિન આગળ વધારે છે. સહનશીલતા સાધકની સાધનાનો માપદંડ છે. સહનશીલતા વિના સંયમ નથી, સંયમ વિના ત્યાગ નથી; ત્યાગ વિના વિકાસ નથી અને વિકાસ એ જ મનુષ્યજીવનની સફળતા છે. તપ સાધનામાં આવતાં કષ્ટોને સ્વેચ્છાથી સહન કરવાના હોય છે. પ્રતિક્રિયા કર્યા વિના જ સમભાવે તે કષ્ટનું વેદન કરી લેવું, તે પરીષહ વિજય છે. જે સાધક સાધનાની આ કસોટીમાંથી પાર ઊતરી જાય તે જ સાધક કલ્યાણ કરી શકે છે.
I અધ્યયન-ર સંપૂર્ણ II