________________
|
८
|
શ્રી નિરયાવલિકા સૂત્ર
જાય તેવી હાથીની એક ઉત્તમ જાત. પદ્માવતીરાણીની હઠથી હાર-હાથીની માંગ - ४२ तए णं तीसे पउमावईए देवीए इमीसे कहाए लद्धट्ठाए समाणीए अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था- एवं खलु वेहल्ले कुमारे सेयणएणं गंधहत्थिणा जाव अणेगेहिं कीलावणएहिं कीलावेइ । तं एस णं वेहल्लेकुमारे रज्जसिरिफलं पच्चणुभवमाणे विहरइ, णो कूणिए राया । तं किं णं अम्हं रज्जेण वा जाव जणवएण वा, जइ णं अम्हं सेयणगे गंधहत्थी णत्थि । तं सेयं खलु ममं कूणियं रायं एयमटुं विण्णवित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता जेणेव कूणिए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल परिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अज्जलिं कट्ट जएणं विजएणं वद्धावेइ, वद्धावित्ता एवं वयासी- एवं खलु सामी ! वेहल्ले कुमारे सेयणएण गंधहत्थिणा जाव अणेगेहिं कीलावणएहिं कीलावेइ। तं किं णं अम्हं रज्जेण वा जाव जणवएण वा, जइ णं अम्हं सेयणए गंधहत्थी णत्थि ।
तए णं से कूणिए राया पउमावईए देवीए एयमटुंणो आढाइ, णो परियाणाइ, तुसिणीए संचिट्ठइ । तए णं सा पउमावई देवी अभिक्खणं अभिक्खणं कूणियं रायं एयमटुं विण्णवेइ । तए णं से कूणिए राया पउमावईए देवीए अभिक्खणं अभिक्खणं एयमटुं विण्णविज्जमाणे अण्णया कयाइ वेहल्लकुमारं सदावेइ, सदावित्ता सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं जायइ । ભાવાર્થ :- કોણિકની પત્ની પદ્માવતી દેવીએ પ્રજાજન પાસેથી ઉપરોક્ત વાત સાંભળી ત્યારે તેના મનમાં આ પ્રકારનો વિચાર આવ્યો કે– વેહલ્લકુમાર સેચનક હાથી દ્વારા અનેક પ્રકારની ક્રીડા કરે છે. ખરેખર રાજ્યશ્રીને તો તે જ ભોગવે છે, કોણિક રાજા નહીં. જો અમારી પાસે સેચનક હાથી ન હોય તો અમોને આ રાજ્યથી કે દેશથી શું લાભ? તેથી કોણિક રાજાને કહ્યું કે વેહલ્લ પાસેથી તે સેચનક હાથી લેવો તે જ શ્રેષ્ઠ છે. એમ વિચાર કરી જ્યાં કોણિક રાજા હતા ત્યાં ગઈ અને હાથ જોડી મસ્તક પર અંજલિ કરીને, જય-વિજય શબ્દોથી તેને વધાવ્યા, પછી આ પ્રમાણે બોલી- હે સ્વામી ! વેહલ્લકુમાર સેચનક હાથીથી અનેક પ્રકારની ક્રીડા કરે છે. હે સ્વામી ! જો આપણી પાસે સેચનક ગંધહસ્તી ન હોય તો આ રાજ્ય અને આ દેશથી શું?
કોણિક રાજાએ પદ્માવતીની આ વાતનો આદર કર્યો નહીં અને તેના પર ધ્યાન દીધું નહીં પરંતુ મૌન રહ્યા. ત્યારે તે પદ્માવતી દેવી વારંવાર આ વાત કહેવા લાગી. તેથી એકવાર કોણિક રાજાએ