________________
| પુષ્પિકા વર્ગ-૪ઃ અધ્ય.-૧
[ ૧૪૧]
ભાવાર્થ :- ત્યાર પછી માતા-પિતા ભૂતા દારિકાને આગળ કરીને જ્યાં પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથ ભગવાન બિરાજતા હતાં ત્યાં આવ્યા અને ત્રણ વાર આદક્ષિણા, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા. પછી તેઓએ કહ્યું- હે દેવાનુપ્રિય! આ ભૂતા કુમારી અમારી એકની એક પુત્રી છે. તે અમને બહુ જ વ્હાલી છે. આ પુત્રી સંસારના ભયથી ઘણી જ ઉદ્વિગ્ન બની છે અને જન્મ મરણથી ભયભીત બની છે, તેથી આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈ પ્રવ્રજિત થવા ઈચ્છે છે. તો હે ભગવન્! અમે આપને આ શિષ્યા રૂપ ભિક્ષા આપીએ છીએ; હે દેવાનુપ્રિય! આ શિષ્યા રૂપ ભિક્ષાનો આપ સ્વીકાર કરો. અરિહંત પાર્શ્વનાથ ભગવાને ઉત્તર આપ્યો-"હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. १६ तए णं सा भूया दारिया पासेणं अरहा एवं वुत्ता समाणी हट्ठतुट्ठा, उत्तरपुरस्थिमं दिसिभागं अवक्कमइ अवक्कमित्ता सयमेय आभरणमल्लालंकार
ओमुयइ, जहा देवाणंदा णवरं पुप्फचूलाणं अंतिए जाव गुत्तबंभयारिणी । ભાવાર્થ :- ત્યાર પછી અરિહંત પાર્શ્વનાથ ભગવાનની સ્વીકૃતિ સાંભળીને તે ભૂતાકુમારી હૃષ્ટતુષ્ટ થઈ, ઈશાન ખૂણામાં જઈને સ્વયમેવ આભૂષણ, માલા, અલંકાર ઉતાર્યા. આ સંપૂર્ણ વર્ણન દેવાનંદાની જેમ જાણી લેવું. તેમાં વિશેષતાએ છે કે તેણીએ અરિહંત પાર્શ્વનાથ ભગવાન પાસે દીક્ષા લીધી અને પુષ્પચૂલિકા આર્યા પાસે શિક્ષા ગ્રહણ કરી યાવતુ તે ભૂતા સાધ્વી ગુપ્ત બ્રહ્મચારિણી બની ગઈ. ભૂતા સાધ્વીની સંયમમાં બકુશતા :|१७ तए णं सा भूया अज्जा अण्णया कयाइ सरीरबाउसिया जाया यावि होत्था । अभिक्खणं अभिक्खणं हत्थे धोवइ, पाए धोवइ,सीसंधोवइ, मुहं धोवइ, थणगंतराई धोवइ, कक्खतराइ धोवइ, गुज्झंतराइ धोवइ, जत्थ जत्थ वि य णं ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएइ, तत्थ तत्थ वि य णं पुव्वामेव पाणएणं अब्भुक्खेइ, तओ पच्छा ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएइ ।
ભાવાર્થ :- ત્યાર પછી તે ભૂતા આર્યા શરીર બાકુશિકા(શરીરની સેવા કરનારી) થઈ ગઈ. તે વારંવાર હાથ ધોતી, પગ ધોતી, માથું ધોતી, મુખ, સ્તનાંતર, કાખ, ગુહ્યાંતર ધોતી અને જ્યાં તે ઊભી રહેતી, સૂતી, બેસતી અને સ્વાધ્યાય કરતી તે તે સ્થાનો ઉપર પહેલાં પાણી છાંટતી ત્યાર પછી તે ત્યાં ઊભી રહેતી, સૂતી, બેસતી અથવા સ્વાધ્યાય કરતી. | १८ तए णं ताओ पुप्फचूलाओ अज्जाओ भूयं अज्जं एवं वयासी- अम्हे णं देवाणुप्पिया ! समणीओ णिग्गंथीओ इरियासमियाओ जाव गुत्तबंभयारिणीओ। णो खलुकप्पइ अम्हंसरीरबाओसियाणं होत्तए । तुमंचणंदेवाणुप्पिए!सरीर-बाओसिया