________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
હતું ત્યાં આવી અને રાજગૃહ નગરના મધ્યભાગમાં થઈને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવી; આવીને રથમાંથી નીચે ઊતરીને જ્યાં માતા–પિતા હતાં ત્યાં આવી અને જમાલીની જેમ હાથ જોડીને યાવત્ અંજલિ કરીને માતાપિતા પાસે આજ્ઞા માંગી(અંતમાં માતા–પિતાએ આજ્ઞા આપી અને કહ્યું–) હે દેવાનુપ્રિયે ! જેમ તને સુખ થાય તેમ કરો.
१४०
| १३ तए णं से सुदंसणे गाहावई विडलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, मित्ताणाइ जाव आमंतेइ आमंतित्ता जाव जिमियभुत्तुत्तरकाले सुईभूए णिक्खमणमाणेत्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! भूयादारियाए पुरिससहस्सवाहिणीयं सीयं उवट्ठवेह, उवट्ठवित्ता जाव पच्चप्पिह । त णं ते कोडुंबिय पुरिसा जाव तं आणत्तियं पच्चप्पिणंति ।
ભાવાર્થ :- ત્યાર પછી સુદર્શન ગાથાપતિએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચારે પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં અને મિત્ર, જ્ઞાતિજનો આદિને આમંત્રણ આપ્યું યાવત્ ભોજન કરાવ્યા પછી શુદ્ધ–સ્વચ્છ થઈને નિષ્ક્રમણ માટે કૌટુંબિક પુરુષો(સેવકો)ને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયો ! શીઘ્ર ભૂતા કુમારી માટે એક હજાર પુરુષોથી વહન કરાય તેવી શિબિકા(પાલખી) તૈયાર કરીને અહીં લાવો અને મને સમાચાર આપો. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ યાવત્ આદેશ અનુસાર કાર્ય કરીને સૂચન કર્યું.
१४ तए णं से सुदंसणे गाहावई भूयं दारियं ण्हायं जाव विभूसियसरीरं पुरिससहस्सवाहिणि सीयं दुरूहइ, दुरूहित्ता मित्तणाइ जाव रखेणं रायगिहं णयरं मज्झंमज्झेणं, जेणेव गुणसीलए चेइए तेणेव उवागए, छत्ताईए तित्थयराइसए पासइ, पासित्ता सीयं ठावेइ, ठावित्ता भूयं दारियं सीयाओ पच्चोरुहेइ ।
ભાવાર્થ :- ત્યારપછી તે સુદર્શન ગાથાપતિએ, સ્નાન કરેલી યાવત્ આભૂષણોથી વિભૂષિત થયેલી ભૂતાકુમારીને શિબિકામાં બેસાડી અને મિત્રો, જ્ઞાતિબંધુઓ આદિની સાથે ભેરી, શરણાઈ આદિવાજિંત્રોના નાદ સહિત રાજગૃહનગરના મધ્યભાગમાં થઈને જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું ત્યાં આવ્યા અને છત્ર આદિ તીર્થંકર પ્રભુના અતિશયો જોયા; જોઈને ત્યાં પાલખીને ઊભી રખાવી અને ભૂતાકુમારીને નીચે ઉતારી.
१५ णं तं भूयं दारियं अम्मापियरो पुरओ काउं जेणेव पासे अरहा पुरिसादाणीए, तेणेव उवागए, तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! भूया दारिया अम्हं एगा धूया इट्ठा, एस णं देवाणुप्पिया ! संसारभउव्विग्गा भीया जम्मणमरणाणं देवाणुप्पियाणं अंतिए जावपव्वयाइ । तं एयं णं देवाणुप्पिया ! सिस्सिणिभिक्खं दलयामो । पडिच्छंतु णं देवाणुप्पिया ! सिस्सिणिभिक्खं । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं ।