________________
| પુષ્પિકા વર્ગ-૪ઃ અધ્ય.-૧
[ ૧૩૭ |
પ્રથમ અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? વિવેચન :
પ્રસ્તુત વર્ગમાં લોકમાં પ્રસિદ્ધ શ્રી, હી, લક્ષ્મી આદિ વૈમાનિક દશ દેવીઓના ભૂત–ભાવી જીવનનું વર્ણન છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ ઉપરોક્ત અનેક નામવાળી દેવીઓનું વર્ણન છે. પરંતુ તે શ્રી, હી, લક્ષ્મી આદિ ભવનપતિ જાતિની દેવીઓ છે માટે તેને ભિન્ન સમજવી.
શ્રીદેવીનું દર્શનાર્થ આગમન :| ४ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसढे । परिसा णिग्गया । ભાવાર્થ :- તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ નામનું ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિકરાજા રાજ્ય કરતા હતા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. પરિષદ ધર્મદેશના સાંભળવા નીકળી. | ५ तेणं कालेणं तेणं समएणं सिरिदेवी सोहम्मे कप्पे सिरिवडिसए विमाणे सभाए सुहम्माए सिरिसि सीहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं चउहिं महत्तरियाहिं, जहा बहुपुत्तिया जाव णट्टविहिं उवदंसित्ता पडिगया । णवरं दारियाओ णत्थि । पुव्वभवपुच्छा । ભાવાર્થ :- કાળે અને તે સમયે શ્રી દેવી સૌધર્મકલ્પમાં "શ્રી" અવતંસક નામના વિમાનમાં, સુધર્મા સભામાં "શ્રી" સિંહાસન ઉપર બહુપુત્રિકાદેવીની જેમ ચાર હજાર સામાનિકદેવીઓ અને ચાર ચાર મહત્તરિકાઓ સાથે બેઠી હતી યાવત તે બહુપુત્રિકા દેવીની જેમ ભગવાનના દર્શનાર્થે ગઈ અને નૃત્યવિધિ બતાવી પાછી ફરી ગઈ. અહીં એટલું વિશેષ છે કે શ્રી દેવીએ બાળક બાલિકાઓની વિદુર્વણા કરી ન હતી. શ્રીદેવીના ગયા પછી ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે ભગવન્! શ્રી દેવી પૂર્વજન્મમાં કોણ હતી? શ્રીદેવીનો પૂર્વભવ : ભૂતા :| ६ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे । गुणसीलए चेइए। जियसत्तू राया । तत्थ णं रायगिहे णयरे सुदंसणे णामं गाहावई परिवसइ, वण्णओ। तस्स णं सुदसणस्स गाहावइस्स पिया णामं भारिया होत्था वण्णओ । तस्स णं सुदसणस्स गाहावइस्स धूया, पियाए गाहावइणीए अत्तया, भूया णामंदारिया होत्थावुड्डा वुड्डकुमारी जुण्णा जुण्णकुमारी पडियपुतत्थणी वरगपरिवज्जिया यावि होत्था।