________________
[ ૧૩૪ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
दस अज्झयणाणं अयमढे पण्णत्ते ।
- ત્તિ વેIિ . ભાવાર્થ-હેબૂ!નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પુષ્પિકાવર્ગના દસ અધ્યયયનોનો આ ભાવ કહ્યો છે.
વિવેચન :
આ વર્ગના દશ અધ્યયનોમાંથી અંતિમ છ અધ્યયનોના ચરિત્રનાયક પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શિવ, બલ, અનાદત; આ છએ અણગારો શુદ્ધ સંયમ તપનું પાલન કરી, આરાધક થઈ, પ્રથમ દેવલોકમાં ઈન્દ્રની સમાન સ્થિતિવાળા દેવ થયા છે. પૂર્વના ત્રણ અધ્યયનોમાં વર્ણિત ચંદ્ર, સૂર્ય અને શુક્ર દેવ પૂર્વભવે વિરાધક થઈ જ્યોતિષી દેવ થયા છે. ચોથા અધ્યયનમાં વર્ણિત બહુપુત્રિકા દેવી પણ પૂર્વભવમાં વિરાધક થઈવૈમાનિક દેવી બની છે અને આગામી ભવમાં આરાધક થઈદેવ થશે. અંતે તે પ્રત્યેક જીવો મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
| વર્ગ-૩ અધ્ય. ૬ થી ૧૦ સંપૂર્ણ |