________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૬ થી ૧૦
[ ૧૩૩ ]
સમવસરણમાં આવ્યા અને દર્શન કરી નાટક બતાવીને પાછા ગયા. મણિભદ્રદેવના ગયા પછી ગૌતમસ્વામીની પૃચ્છા, ભગવાને આપેલું કૂટાગાર શાળાનું દષ્ટાંત અને શ્રી ગૌતમ દ્વારા પૂર્વભવ પૃચ્છા વગેરે પૂર્વવત્ જાણવું.
તે કાળે અને તે સમયે મણિપદિકા નામની નગરી હતી. તેમાં મણિભદ્ર નામના ગાથાપતિ રહેતા હતા. તેણે સ્થવિરો પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને અગિયાર અંગનો અભ્યાસ કર્યો. ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું અને એક માસનો સંથારો કર્યો. અનશન દ્વારા સાઠ ભક્તનો ત્યાગ કર્યો. સમાધિપૂર્વક કાળ કરીને મણિભદ્ર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેની બે સાગરોપમની સ્થિતિ છે. દેવલોકથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે.
છ8ા અધ્યયનનો ઉપસંહાર :| ३ तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फियाणं छट्ठस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।
- ત્તિ વેનિયા ભાવાર્થ :- હે જંબૂ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પુષ્પિકા વર્ગના છઠ્ઠા અધ્યયયનનો આ ભાવ કહ્યો છે. શેષ ચાર અધ્યયન :| ४ एवं दत्ते सिवे बले अणाढिए सव्वे जहा पुण्णभद्दे देवे । सव्वेसिं दो सागरोवमाइं ठिई । विमाणा देवसरिसणामा ।
पुव्वभवे दत्ते चंदणाए णयरीए, सिवे मिहिलाए, बले हत्थिणाउरे, अणाढि ए काकदिए । [चेइयाइं जहा संगहणीए ] महाविदेहवासे सिज्झिहिइ । ભાવાર્થ :- જ પ્રમાણે (૭) દત્ત, (૮) શિવ, (૯) બલ અને (૧૦) અનાદત, આ બધા દેવોનું વર્ણન પૂર્ણભદ્ર દેવની જેમ જાણવું જોઈએ. તે સર્વ દેવોની બે-બે સાગરોપમની સ્થિતિ છે. તે દેવોના નામની જેમ જ તેના વિમાનોનાં નામ છે.
પૂર્વભવમાં દત્ત-ચંદના નગરીમાં શિવ-મિથિલા નગરીમાં; બલ-હસ્તિનાપુર નગરમાં અનાદત-કાકંદી નગરીમાં જન્મ્યા હતા. સિંગ્રહણી ગાથા પ્રમાણે ઉધાનોનાં નામ જાણી લેવા જોઈએ.] દેવભવ પૂર્ણ કરી તે સર્વે મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે. વર્ગનો ઉપસંહાર :५ तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं