________________
| १२० ।
શ્રી નિરયાવલિકા સૂત્ર
વાસણની જેમ યત્નપૂર્વક તેની રક્ષા કરશે, વસ્ત્રોની પેટીની જેમ સારી રીતે સચવાયેલી અને રત્નના કરંડિયાની જેમ સુરક્ષિત તેને શીત, ઉષ્ણ, વાત, પિત્ત, કફ અને સન્નિપાતજન્ય રોગો અને આતંક પણ સ્પર્શ ન કરી શકે તે રીતે હંમેશાં તેની રક્ષા કરશે. બહુ સંતાનથી પીડિત સોમા :|२९ तए णं सा सोमा माहणी रटुकूडेणं सद्धि विउलाई भोगभोगाइं भुंजमाणी सवच्छरे संवच्छरे जुयलगं पयायमाणी, सोलसेहिं संवच्छरेहिं बत्तीसं दारगरूवे पयाहिइ । तए णं सोमा माहणी तेहिं बहूहिं दारगेहि य दारियाहि य कुमारेहि य कुमारियाहि य डिभएहि य डिभियाहि य अप्पेगइएहिं उत्ताणसेज्जएहि य अप्पेगइए हिं थणियाएहि य अप्पेगइएहिं पीहगपाएहिं अप्पेगइएहिं परंगणएहिं, अप्पेगइए हिं परक्कममाणेहिं अप्पेगइएहिं पक्खोलणएहिं अप्पेगइएहिं थणं मग्गमाणेहिं, अप्पेगइएहिं खीरं मग्गमाणेहिं अप्पेगइएहिं खेल्लणयं मग्गमाणेहिं, अप्पगइएहिं खज्जगं मग्गमाणेहिं, अप्पेगइएहिं कूरं मग्गमाणेहिं, एवं पाणियं मग्गमाणेहिं हसमाणेहिं रूसमाणेहिं अक्कोस-माणेहिं अक्कुस्समाणेहिं हणमाणेहिं हम्ममाणेहिं विप्पलायमाणेहिं, अणुगम्ममाणेहिं रोयमाणेहिं कंदमाणेहिं विलवमाणेहिं कूवमाणेहिं उक्कूवमाणेहिं णिद्धायमाणेहिं पलंब- माणेहिं दहमाणेहिं दंसमाणेहिं वममाणेहिं छेरमाणेहिं मुत्तमाणेहिं मुत्तपुरीसवमिय-सुलित्तोवलित्ता मइलवसणपुच्चडा असुहबीभच्छा परमदुग्गंधा णो संचाएइ र?कूडेणं सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणी विहरित्तए । ભાવાર્થ :- ત્યાર પછી સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગોને ભોગવતી દર વરસે એક એક સંતાનના જોડલાંને જન્મ આપશે. સોળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપશે. ત્યારે તે સોમા બ્રાહ્મણી ઘણાં નાના, મોટાં બાળકોથી તંગ થઈ જશે. તેના દીકરા, દીકરી, બાળક, બાળાઓ, કુમાર, કુમારિકાઓમાંથી કોઈ લાંબા કાળ સુધી સૂતાં રહેશે, કોઈ રાડો પાડીને રોવા લાગશે, કોઈ ચાલવાની ઈચ્છા કરશે, કોઈ બીજાના ફળીયામાં જતું રહેશે, કોઈ ગોઠણિયા ભર ચાલશે અથવા કોઈ પગ પર ઊભા રહેવા પ્રયત્ન કરશે, કોઈ ચાલતાં ચાલતાં પડી જશે, કોઈ સ્તનને શોધશે, કોઈ દૂધ માંગશે, કોઈ રમકડાં માંગશે, કોઈ ખાજાં આદિ મીઠાઈ માંગશે, કોઈ ભાત માંગશે, કોઈ પાણી માંગશે, કોઈ હસતું રહેશે, કોઈ રીસાઈ જશે, કોઈ ગુસ્સો કરશે, કોઈ કડવાં વચન કહેશે, કોઈ ઝગડો કરશે, પરસ્પર મારપીટ કરશે, મારીને ભાગી જશે, કોઈ તેનો પીછો કરશે, કોઈ મોટા અવાજે રૂદન કરશે, કોઈ ચીસો પાડી પ્રલાપ કરશે, કોઈ આર્ત સ્વરથી રુદન કરશે, કોઈ અવ્યક્ત (ન સમજાય તેવું) બોલ્યા કરશે, કોઈ જોરથી અવાજ કરશે, કોઈ સૂતાં રહેશે, કોઈ લટકશે, કોઈ અગ્નિમાં દાઝશે, કોઈ બટકા ભરશે, કોઈ ઊલટી-વમન કરશે, કોઈ ઝાડા કરીને બધુ ભરી મૂકશે, કોઈ પેશાબ કરશે, આ પ્રમાણે તે બાળકોનાં મળમૂત્ર, વમનથી ખરડાયેલા