________________
| पुष्पि - अध्य.-४
| ११८ णं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता कहिं गच्छिहिइ कहिं उववजिहिइ ?
गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विंझगिरिपायमूले विभेलसण्णिवेसे माहणकुलंसि दारियत्ताए पच्चायाहिइ ।
तए णं तीसे दारियाए अम्मापियरो एक्कारसमे दिवसे वीइक्कंते जाव अयमेयारूवं णामधेज करेंति- होउ णं अम्हं इमीसे दारियाए णामधेज सोमा। ભાવાર્થ :- હે ભગવન્! તે બહુપુત્રિકાદેવી આયુર્દલિક, ભવનિબંધક કર્મ અને સ્થિતિનો ક્ષય થયા પછી દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે? ક્યાં જન્મ ધારણ કરશે?
હે ગૌતમ! બહુપુત્રિકાદેવી આ જંબુદ્વીપના ભારતવર્ષમાં વિંધ્ય પર્વતની તળેટીમાં વિભેલ સન્નિવેશમાં બ્રાહ્મણકુળમાં પુત્રી રૂપે જન્મ ધારણ કરશે. ત્યાર પછી તેના માતાપિતા અગિયાર દિવસ વ્યતીત થયા પછી બારમે દિવસે આ પ્રમાણે નામકરણ કરશે"અમારી આ પુત્રીનું નામ સોમા રહેશે અર્થાત્ તે પોતાની બાળાનું નામ સોમા રાખશે." સોમાનું રાષ્ટ્રકૂટ સાથે પાણિગ્રહણ :२८ तए णं सोमा उम्मुक्कबालभावा विण्णायपरिणयमेत्ता जोव्वणगमणुप्पत्ता रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा या वि भविस्सइ ।
तए णं तं सोमंदारियं अम्मापियरो उम्मुक्कबालभावं विण्णायपरिणयमेत्तं जोव्वण- गमणुप्पत्तं पडिरूविएणं सुक्केणं पडिरूविएणं विणएणं णियगस्स भाइणेज्जस्स रटुकूडस्स भारियत्ताए दलइस्सइ ।।
साणं तस्स भारिया भविस्सइ इट्ठा कता जावभंडकरण्डगसमाणा तेल्लकेला इव सुसंगोविया चेलपेला इव सुसंपरिहिया रयणकरंडओ विव सुसारक्खिया सुसंगोविया, मा णं सीयं जाव विविहा रोगायका फुसतु । ભાવાર્થ :- ત્યાર પછી તે સોમા બાલ્યાવસ્થા છોડી, વિષય સુખના પરિજ્ઞાનવાળી યૌવન અવસ્થાને પ્રાપ્ત કરી, રૂપ-યૌવન લાવણ્યથી અત્યંત ઉત્તમ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થશે.
માતા-પિતા તે સોમા બાલિકાને વ્યતીત બાલ્યાવસ્થાવાળી, પરિજ્ઞાત વિષયસુખવાળી અને યૌવન અવસ્થામાં આવેલી જાણીને, યથાયોગ્ય ગૃહસ્થોપયોગી ઉપકરણો, ધન, આભૂષણો અને સંપત્તિની સાથે પોતાના ભાણેજ રાષ્ટ્રકૂટની સાથે તેના લગ્ન કરશે.
તે સોમા ભાર્યા તે રાષ્ટ્રકૂટને ઈષ્ટ, કાન્ત થશે યાવતુ તે આભૂષણોની પેટીની સમાન, તેલના સુંદર