________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪
૧૧૫]
પ્રાસુક પાણી, તે બાળકોનાં હાથ–પગ રંગવા માટે મહેંદી આદિ રંજક દ્રવ્ય, કંકણ-હાથમાં પહેરવાના કડાં, અંજન-કાજળ આદિ, વર્ણક–ચંદન, અબીલ આદિ, ચૂર્ણક–સુગંધિત દ્રવ્ય(પાઉડર), ખેલનકરમકડા, ખાવા માટે ખાજાં આદિ મિષ્ટાન્ન, ખીર, દૂધ અને પુષ્પમાળા (અચેત પુષ્પની માળા) આદિ પદાર્થોની ગવેષણા કરવા લાગી.
પછી તે ગૃહસ્થોનાં છોકરાં-છોકરીઓને, કુમાર-કુમારિકાઓને, બાળક–બાળિકાઓને કોઈને તેલનું માલીશ કરતી હતી, કોઈને પીઠી ચોળતી હતી, કોઈને પ્રાસુકજળથી સ્નાન કરાવતી હતી, કોઈના પગ રંગતી હતી, કોઈના હોઠ રંગતી હતી, કોઈને આંજણ આંજતી હતી, કોઈના લલાટે તિલક કરતી હતી, કોઈને કેશરનું તિલક-બિન્દી(ચાંદલો) લગાડતી હતી, કોઈ બાળકને હીંચકા નાખતી હતી અને કેટલાંક બાળકોને પંક્તિમાં ઊભા રાખતી, કેટલાંક બાળકોને જુદા-જુદા ઊભા રાખતી હતી, કોઈના શરીરે ચંદન લગાવતી હતી, તો કોઈના શરીરે સુગંધિત પાવડર લગાડતી હતી, કોઈને રમકડાં દેતી, કોઈને ખાવા માટે ખાજા આદિ મિષ્ટાન દેતી, કોઈને દૂધ પીવડાવતી, કોઈના ગળામાં પહેરેલી પુષ્પમાળાને ઉતારતી, કોઈને પોતાના પગ ઉપર બેસાડતી, કોઈને જંઘા ઉપર બેસાડતી, કોઈને સાથળ ઉપર, કોઈને ખોળામાં, કોઈને કમ્મરમાં, પીઠ ઉપર, છાતી પર, ખંભા પર, માથા ઉપર બેસાડતી તો કોઈને હાથેથી પકડીને હુલરાવતી, હાલરડાં ગાતી, ઊંચા અવાજે ગાતી, પુચકારતી તે પુત્ર પુત્રીની પિપાસા અને પૌત્ર-પૌત્રીઓની લાલસાની પૂર્તિનો અનુભવ કરતી રહેવા લાગી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુભદ્રા સાધ્વીજીની અતૃપ્ત કામનાનું નિદર્શન છે. સર્વસંગ પરિત્યાગ કરવા છતાં અંતરમાં છુપાયેલી સંતાન પ્રાપ્તિની કામના, તેના પરની આસક્તિના સંસ્કાર પુનઃ જાગૃત થતાં તે સુભદ્રા સાધ્વી સંયમી જીવનમાં પણ યેનકેન પ્રકારે પોતાની કામનાની પૂર્તિ કરવામાં નિઃસંકોચપણે પ્રવૃત્ત થઈ ગઈ.
સુભદ્રા આર્યાનો ગચ્છ ત્યાગ :२१ तए णं ताओ सुव्वयाओ अज्जाओ सुभदं अज्जं एवं वयासी- अम्हे णं देवाणु प्पिए ! समणीओ णिग्गंथीओ इरियासमियाओ जाव गुत्तबंभयारिणीओ, णो खलु अम्हं कप्पइ जातककम्मं करेत्तए । तुमं च णं देवाणुप्पिए ! बहुजणस्स चेडरूवेसु मुच्छिया जाव अज्झोववण्णा अब्भङ्गणं जाव णत्तुयपिवासं वा पच्चणुभवमाणी विहरसि । तं णं तुमं देवाणुप्पिए ! एयस्स ठाणस्स आलोएहि जाव पायच्छित्तं पडिवज्जाहि । ભાવાર્થ :- તેનું આ પ્રકારનું વર્તન જોઈને સુવ્રતાઆર્યાએ સુભદ્રા આર્યાને કહ્યું- હે દેવાનુપ્રિયે ! આપણે સાંસારિક વિષયોથી વિરકત, ઈર્ષા સમિતિ આદિથી યુક્ત યાવતું ગુપ્ત બ્રહ્મચારિણી નિગ્રંથ