________________
| ११४ ।
શ્રી નિરયાવલિકા સૂત્ર
પ્રસ્તુત સૂત્રોથી જૈન સાધ્વીજીઓનું વિચરણ, ધર્મોપદેશ, ધર્મ પ્રભાવના, દીક્ષા પ્રદાન, શ્રાવક દ્વારા સાધ્વીજીઓને વંદન વગેરે વ્યવહારો સ્પષ્ટ થાય છે.
ભારતીય સંસ્કૃતિના લોક વ્યવહાર આદિ કારણોથી પ્રભુના શાસનમાં પુરુષ જ્યેષ્ઠ કલ્પનો સ્વીકાર કર્યો છે, સાધુને વંદન વ્યવહાર, વિશેષ પદ પ્રદાન વગેરેમાં પુરુષ જ્યેષ્ઠતા છે.
તેમ છતાં જિન શાસનના સમગ્ર વ્યવહારોમાં સ્ત્રી જાતિને સમાન હક છે. જૈન શાસ્ત્રોમાં મુક્તિ પર્યંતની સર્વ યોગ્યતા જણાવીને સ્ત્રી જાતિની મહત્તા પ્રદર્શિત કરી છે. દરેક તીર્થકરના શાસનમાં સાધ્વીજીઓની સંખ્યા અધિક છે. અનેક શાસ્ત્રોમાં સાધ્વીજીઓના જીવન વર્ણન છે. પ્રસ્તુત શાસ્ત્રમાં પણ ગુરુણીની આજ્ઞા વિના સ્વતંત્ર વિચરનાર સાધ્વીજીઓના શિથિલાચાર અને તેનું પરિણામ બતાવ્યા પછી તેના મોક્ષ પર્યતનું વર્ણન સન્માનપૂર્વક કર્યું છે. શ્રી જ્ઞાતા સૂત્રમાં સ્ત્રી તીર્થંકર પ્રભુ મલ્લિનાથનું પ્રભાવશાળી વિસ્તૃત જીવન ચરિત્ર વર્ણિત છે. તેમાં પણ સ્ત્રી જાતિનું ગૌરવ દર્શાવેલ છે
આ પ્રકારના અનેક ઉદાહરણોથી જણાય છે કે જૈનશાસ્ત્રોમાં સ્ત્રીઓના સન્માન અને આદરથી ભરેલા વર્ણનો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. સુભદ્રા આર્યાની બાળકોમાં અનુરાગવૃત્તિ :२० तए णं सा सुभद्दा अज्जा अण्णया कयाइ बहुजणस्स चेडरूवेसु मुच्छिया गिद्धा गढिया अज्झोववण्णा अब्भंगणं च उव्वट्टणं च फासुयपाणं च अलत्तगं च कंकणाणि य अंजणं च वण्णगंच चुण्णगं च खेल्लणगाणि य खज्जल्लगाणि य खीरं च पुप्फाणि य गवेसइ, गवेसित्ता बहुजणस्स दारए य दारिया य कुमारे य कुमारियाओ य डिभए य डिभियाओ य, अप्पेगइयाओ अब्भंगेइ, अप्पेगइयाओ उव्वट्टेइ, अप्पेगइयाओ फासुयपाणएणं ण्हावेइ, एवं पाए रयइ, ओढे रयइ, अच्छीणि अंजेइ, उसुए करेइ, तिलए करेइ, दिगिंदलए करेइ, पंतियाओ करेइ, छिज्जाई करेइ, वण्णएणं समालभइ, चुण्णएणं समालभइ, खेल्लणगाइंदलयइ, खज्जलगाइंदलयइ, खीरभोयणं भुंजावेइ, पुप्फाई ओमुयइ, पाएसु ठवेइ, जंघासु ठवेइ, एवं उरूसु उच्छंगे कडीए पिढे उरंसि खंधे सीसे य ठवेइ, करयलपुडेणं गहाय हलउलेमाणी हलउलेमाणी आगायमाणी आगायमाणी परिगायमाणी परिगायमाणी पुत्तपिवासं च धूयपिवासं च णत्तुयपिवासं च णत्तिपिवासं च पच्चणुभवमाणी विहरइ ।। ભાવાર્થ :- ત્યાર પછી સુભદ્રા આર્યા ક્યારેક ગૃહસ્થનાં બાળકોમાં મૂચ્છિત, વૃદ્ધ, અત્યંત અનુરાગવાળી અને આસક્ત થઈને તે બાળકોને ચોળવા માટે તેલ, શરીરનો મેલ દૂર કરવા માટે પીઠી, પીવા માટે