________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪
ભાવાર્થ :- ત્યાર પછી તે સુભદ્રા શ્રાવિકાને એક વાર મધ્યરાત્રિએ સાંસારિક ચિંતન કરતાં આ પ્રકારનો અધ્યવસાય- વિચાર આવ્યો કે- 'ભદ્રસાર્થવાહની સાથે વિપુલ ભોગોને ભોગવતી સમય વ્યતીત કરું છું પરંતુ આજ સુધી મને એક પણ સંતાન થયું નથી. મારે માટે તે જ શ્રેષ્ઠ છે કે હું કાલે સૂર્યોદય થાય ત્યારે ભદ્ર સાર્થવાહને પૂછીને સુવ્રતા સાધ્વીજીની પાસે ગૃહત્યાગ કરી, મુંડિત થઈ દીક્ષા અંગીકાર કરું.' તેણે આવો વિચાર કર્યો, વિચાર કરીને ભદ્ર સાર્થવાહની પાસે આવી અને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું "હે દેવાનુપ્રિય! હું આપની સાથે ઘણાં વર્ષોથી વિપુલ ભોગોને ભોગવી રહી છું. પરંતુ મેં એક પણ બાળકને જન્મ આપ્યો નથી. તેથી હું આપની આજ્ઞા લઈને સુવ્રતા આર્યાજીની પાસે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા રાખું છું." १६ तए णं से भद्दे सत्थवाहे सुभदं सत्थवाहिं एवं वयासी- मा णं तुमं देवाणुप्पिए ! मुंडा जाव पव्वयाहि । भुंजाहि ताव देवाणुप्पिए ! मए सद्धिं विउलाई भोगभोगाई, तओ पच्छा भुत्तभोई सुव्वयाणं अज्जाणं जाव पव्वयाहि ।
तए णं सुभद्दा सत्थवाही भद्दस्स एयमढे णो आढाइ णो परियाणइ । दोच्चं पि तच्चं पि भई सत्थवाहं एवं वयासी- इच्छामि णं देवाणुप्पिया ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी जाव पव्वइत्तए ।
तए णं से भद्दे सत्थवाहे जाहे णो संचाएइ बहूहिं आघवणाहि य, पण्णवणाहि य सण्णवणाहि य विण्णवणाहि य आघवित्तए वा पण्णवित्तए वा, सण्णवित्तए वा विण्णवित्तए वा, ताहे अकामए चेव सुभद्दाए णिक्खमणं अणुमण्णित्था । ભાવાર્થ - ત્યાર પછી તે ભદ્ર સાર્થવાહે સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! તમે હમણાં મુંડિત યાવતું પ્રવ્રજિત ન થાઓ પરંતુ મારી સાથે વિપુલ ભોગોને ભોગવો અને ભક્તભોગી થઈને ત્યાર પછી સુવ્રતા આર્યાની પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી, પ્રવજ્યા અંગીકાર કરજો.
સુભદ્રા સાર્થવાહીએ ભદ્ર સાર્થવાહના આ વચનો માન્યા નહી,સ્વીકાર્યા નહીં અને બીજીવાર, ત્રીજીવાર પણ ભદ્ર સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આપની આજ્ઞા લઈને હું દીક્ષા અંગીકાર કરવાની ઈચ્છા રાખું છું.
ત્યાર પછી તે ભદ્ર સાર્થવાહ અનેક પ્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ ઘણી યુક્તિઓથી, પ્રજ્ઞપ્તિઓથી (પ્રવજિત ન થાઓ, સંયમ માર્ગ કઠિન છે તેવા વિશેષ કથનથી) સંજ્ઞપ્તિથી (ભોગ ભોગવ્યા પછી સંયમ સહજ બને એમ સમજાવવાથી) અને વિજ્ઞપ્તિઓથી (સંયમની દઢતાની પરીક્ષારૂપ કથનથી) તેને સમજાવવામાં, મનાવવામાં સમર્થ ન થયો તેથી તેણે અનિચ્છાએ સુભદ્રાને પ્રવ્રજિત થવાની આજ્ઞા આપી.