________________
| ११० ।
શ્રી નિરયાવલિકા સૂત્ર |
अज्जाओ ! णिग्गंथं पावयणं, रोएमि णं अज्जाओ ! णिग्गंथं पावयणं । एवमेयं तहमेयं अवितहमेयं जाव से जहेयं तुब्भे वयह । इच्छामि णं अहं तुब्भं अंतिए सावगधम्म पडिवज्जित्तए । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंध करेह ।
तए णं सा सुभद्दा सत्थवाही तासिं अज्जाणं अंतिए सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता ताओ अज्जाओ वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पडिविसज्जेइ । तए ण सा सुभद्दा सत्थवाही समणोवासिया जायाअभिगयजीवाजीवा जाव पडि- लाभेमाणे विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી તે સુભદ્રા સાર્થવાહી સાધ્વીજીઓ પાસેથી ધર્મ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થઈ અને તે સાધ્વીજીઓને ત્રણ વાર વંદન–નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! હું નિગ્રંથ-પ્રવચન પર શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું, નિગ્રંથ પ્રવચન પર મારી રુચિ થઈ છે યાવત આપે જે ઉપદેશ આપ્યો છે તે સત્ય છે, તથ્ય છે અને નિઃસંદેહ–સર્વથા સત્ય છે. હું આપની પાસે શ્રાવકધર્મનો સ્વીકાર કરવા ઈચ્છું છું. તે આર્યાઓએ કહ્યું- હે દેવાનુપ્રિયે ! આપને જેમ સુખ થાય તેમ કરો પરંતુ ધર્મ કાર્યમાં પ્રમાદ ન કરો.
ત્યાર પછી સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાઓની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને તે આર્યાઓને વંદન-નમસ્કાર કરીને વિદાય આપી. આ રીતે તે સુભદ્રા સાર્થવાહી શ્રમણોપાસિકા-શ્રાવિકા બની ગઈ; જીવાજીવની જાણકાર થઈ યાવત શ્રમણ નિગ્રંથોને પ્રતિલાભિત કરતી રહેવા લાગી. સુભદ્રાનો દીક્ષાનો સંકલ્પ :१५ तए णं तीसे सुभद्दाए समणोवासियाए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकाल- समयसि कुडुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु अहं भद्देणं सत्थवाहेणं विउलाई भोगभोगाई भुंजमाणी विहरामि, णो चेव णं अहं दारगं वा दारियं वा पयामि । तं सेयं खलु ममं कल्लं जाव जलते भदं सत्थवाहं आपुच्छित्ता सुव्वयाणं अज्जाणं अंतिए मुंडा भवित्ता अगाराओ वा अणगारियं पव्वइत्तए; एवं संपेहेइ, संपेहित्ता जेणेव भद्दे सत्थवाहे तेणेव उवागया, करयल परिग्गहियं जाव एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! तुब्भेहिं सद्धिं बहूई वासाई विउलाई भोगभोगाइं भुंजमाणी विहरामि, णो चेव णं दारगं वा दारियं वा पयामि । तं इच्छामि णं देवाणुप्पिया ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी सुव्वयाणं अज्जाणं अंतिए जाव पव्वइत्तए ।