________________
૧૦૮ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
दारियं वा पयाएज्जा? ભાવાર્થ :- હે સાધ્વીજીઓ! ભદ્ર સાર્થવાહની સાથે અનેક પ્રકારના વિપુલ ભોગ ભોગવી રહી છું, પરંતુ આજ સુધી મેં એક પણ સંતાનને જન્મ આપ્યો નથી. તે માતાઓને ધન્ય છે, તે પુણ્યશીલ છે જે સંતાનનું સુખ ભોગવે છે યાવતુ હું અધન્યા, પુણ્યહીના છું જેથી મેં સંતાનના એક પણ સુખને પ્રાપ્ત કર્યું નથી.
હે દેવાનુપ્રિયો ! આપ ઘણા જ્ઞાની છો, ઘણા શિક્ષિત છો અને ઘણા ગામ, નગર યાવત દેશોમાં વિચરો છો. અનેક રાજા, ઈશ્વર, તલવર સાર્થવાહ આદિના ઘરોમાં ભિક્ષા લેવા માટે પ્રવેશ કરો છો, તો શું કોઈ વિદ્યાપ્રયોગ, મંત્ર પ્રયોગ, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધ અથવા ભેષજ એવું કાંઈ જાણો છો કે જેથી હું પુત્ર કે પુત્રીને જન્મ આપું? |१३ तए णं ताओ अज्जाओ सुभदं सत्थवाहिं एवं वयासी- अम्हे णं देवाणुप्पिए! समणीओ णिग्गंथीओ इरियासमियाओ जावगुत्तबंभयारिणीओ। णो खलु कप्पइ अम्हं एयमटुं कण्णेहि वि णिसामेत्तए किमङ्ग पुण उद्दिसित्तए वा समायरित्तए वा? अम्हे णं देवाणुप्पिए ! णवरं तव विचित्तं केवलिपण्णत्तं धम्म परिकहेमो । ભાવાર્થ - ત્યારે સાધ્વીજીઓએ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! અમે નિગ્રંથી શ્રમણીઓ-સાધ્વીજીઓ છીએ. ઈર્યાસમિતિ આદિ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, ઈન્દ્રિયોનું દમન કરનારા, ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. અમોને આવી વાતો કાનથી સાંભળવી પણ કલ્પતી નથી તો પછી તેનો ઉપદેશ અથવા આચરણ કેવી રીતે કરીએ ? પણ હે દેવાનુપ્રિયે ! અમે તમને કેવળી પ્રરૂપિત દાન–શીલ આદિ અનેક પ્રકારના ધર્મનો ઉપદેશ સંભળાવી શકીએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુભદ્રા સાર્થવાહીની સાંસારિક મનોવૃત્તિનું અને સાધ્વીજીઓની સંયમભાવની પરિપક્વતાનું દિગ્દર્શન છે.
ગૃહસ્થો સાધુ-સાધ્વીઓ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિ ભાવ રાખે છે, તેમની યથા યોગ્ય સેવા પણ કરે છે, પરંતુ ક્યારેક તેઓ ભાવાવેગમાં વિવેકને ભૂલી જાય છે અને સંસાર ત્યાગી, આત્મભાવમાં રમણ કરતા સંત સતીજીઓને ગૃહસ્થ જીવન સંબંધિત અનેક પ્રશ્નો પૂછે છે. પોતાની સમસ્યાનું સમાધાન ઈચ્છે છે. આ પરિસ્થિતિમાં સાધુ-સાધ્વીઓએ કેવી રીતે સાવધાન રહેવું જોઈએ તે સુભદ્રા સાર્થવાહી અને સુવ્રતા આર્યા વચ્ચેના વાર્તાલાપથી સમજી શકાય છે.
સુભદ્રાને સંતાન પ્રાપ્તિની તીવ્રતમ ઝંખના હતી. સાધ્વીજીને આહાર દાન આપીને, ત્યાં જ સંતાન પ્રાપ્તિ માટેના મંત્ર, તંત્ર, ઔષધ, ભેષજ આદિ ઉપાય પૂછી લીધા, ત્યારે સંયમમાં સાવધાન સાધ્વીજીએ