________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
તે
ત્યારપછી પોતાના પદાતીસેના નાયકને આજ્ઞા આપી કે સુસ્વરા ઘંટાને વગાડીને સર્વ દેવ– દેવીઓને ભગવાનના દર્શન માટે આવવાની સૂચના કરો. તે સેના નાયકે પણ તે પ્રમાણે જ કર્યું યાવત્ સૂર્યાભદેવની જેમ યાન વિમાનની વિપુર્વણા કરી. પરંતુ વિશેષતા એ છે કે તે વિમાન એક હજાર યોજન વિસ્તારવાળું હતું અને ૬૨૧/ર યોજન ઊંચુ હતું. મહેન્દ્ર ધ્વજની ઊંચાઈ ૨૫ યોજનની હતી. તે સિવાય શેષ વર્ણન સૂર્યાભદેવની જેમ જાણવું જોઈએ યાવત્ તે ભગવાનની પાસે આવ્યા, નાટયવિધિ કરીને પાછા ગયા.
૭૨
હે ભગવન્ ! આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને દેવની ઋદ્ધિ સંબંધમાં પ્રશ્ન પૂછ્યો. ભગવાને કૂટાકાર શાળાના દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું કે તે સર્વ દિવ્ય ઋદ્ધિ આદિ તેના શરીરમાં અંતર્હિત થઈ ગઈ. ત્યાર પછી ગૌતમ સ્વામીએ તે ચંદ્ર દેવના પૂર્વભવની પૃચ્છા કરી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રના ભગવાન સમીપે થયેલા ચન્દ્ર દેવના આગમનનું સંક્ષિપ્ત વર્ણન છે. દેવો પોતાની ઋદ્ધિ દેખાડવા સેંકડો રૂપોની વિકુર્વણા કરી વિવિધ નાટક દેખાડે છે. પછી તે બધા રૂપો શરીરમાં અંતર્હિત થઈ જાય છે.
કૂટાકાર શાળાનું દૃષ્ટાંત :– કોઈ અંદર–બહાર છાણથી લીંપેલી, બહારથી ચારે બાજુ કોટથી ઘેરાયેલી, ગુપ્ત દ્વારો વાળી, મજબૂત દ્વારવાળી, દરવાજામાંથી પવનનો પ્રવેશ થવો પણ અશક્ય હોય તેવી વિશાળ કૂટાકાર શાળા(શિખરના આકારવાળી શાળા) હોય અને તે કૂટાકાર શાળાની નજીક એક મોટો જનસમૂહ બેઠો હોય તે પોતાની તરફ આવતાં ખૂબ મોટા મેઘપટલને અથવા પાણી વરસાવે તેવા વાદળાને અથવા પ્રચંડ વાવાઝોડાંને આકાશમાં જોઈને તરત જ પોતાની સુરક્ષા માટે જનસમૂહ તે કૂટાકારશાળામાં પ્રવેશ કરી જાય છે. તે જ રીતે વિપુર્વણા કરેલી તે દિવ્ય દેવઋદ્ધિ આદિ શરીરમાં પ્રવિષ્ટ થઈ જાય છે.
પુભવ પુજ્જા :- ગૌતમ સ્વામી દ્વારા પૂર્વભવને જાણવાનો પાઠ અહીં નાવ શબ્દથી સંક્ષિપ્ત છે. તેનો વિસ્તૃત પ્રશ્ન આ પ્રમાણે જાણવો. હે ભગવન્ ! તે દેવને આ પ્રકારની દિવ્યઋદ્ધિ યાવત્ દિવ્ય દેવપ્રભાવ તેને કેવી રીતે મળ્યા ? કેવી રીતે પ્રાપ્ત થયા ? પૂર્વભવમાં તે કોણ હતા ? તેનું શું નામ અને કર્યુ ગોત્ર હતું ? કયા ગામ, નગર, નિગમ(વ્યાપાર પ્રધાન નગર), રાજધાની, ખેડ, કર્બટ(નીચા નીચા ઘરવાળું ગામ), મડંબ(જેની આસપાસ ચારે બાજુ એક યોજન સુધી બીજું કોઈ ગામ ન હોય), પત્તન(સમુદ્રની નજીકનું ગામ–નગર), દ્રોણમુખ(જલ અને સ્થલ માર્ગ સાથે જોડાયેલું નગર), આકર, આશ્રમ, સંબાહ (યાત્રીઓ, પથિકોને વિશ્રામ યોગ્ય ગ્રામ અથવા નગર), સન્નિવેશ(સાધારણ મનુષ્યોની વસતી)નો નિવાસી હતો ? તેણે એવું કયું દાન દીધું, કયા પુણ્યના કાર્યો કર્યા કે જેથી તે દેવે તે દિવ્યઋદ્ધિ યાવત્ દૈવિક પ્રભાવ પ્રાપ્ત કર્યા છે?
ચંદ્રનો પૂર્વભવ : અંગતિ ગાથાપતિ :
४ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं सावत्थी णामं णयरी होत्था ।