________________
|
४८ ।
શ્રી નિરયાવલિકા સૂત્ર
सएसु रज्जेसु पत्तेयं पत्तेयं ण्हाया जाव तिहिं मणुस्सकोडीहिं सद्धिं संपरिवुडा सव्विड्डीए जावरवेणं सएहितो सएहिंतो णयरेहितो पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव अङ्ग जणवए, जेणेव चंपा णयरी, जेणेव कूणिए राया, तेणेव उवागया करयल जाव वद्धावेति । ભાવાર્થ :- કાલ આદિ દશે કુમારો કોણિક રાજાના આ વિચારને સાંભળી પોતપોતાના રાજ્યમાં ગયા. સ્નાનાદિ કર્યું, ત્રણ-ત્રણ હજાર હાથી, રથ, ઘોડા થાવ ત્રણ કરોડ પાયદળ સૈનિકોને સાથે લઈને સંપૂર્ણ અદ્ધિ સહિત યથાવત વાજિંત્રના નાદ સાથે પોતપોતાનાં નગરમાંથી નીકળ્યા અને અંગદેશની ચંપાનગરીમાં રાજા કોણિકની પાસે આવ્યા અને હાથ જોડી રાજાને વધાવ્યા–તેનું અભિવાદન કર્યું.
५९ तए णं से कूणिए राया कोडुंबियपुरिसे सदावइ सदावित्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह, हयगयरहजोह चाउरङ्गिणिं सेणं सण्णाहेह, ममं एयमाणत्तियं पच्चप्पिणह । तं चेव जाव पच्चप्पिणंति। ભાવાર્થ :- કાલ આદિ દશ કુમારો આવ્યા પછી કોણિક રાજાએ પોતાના સેવકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું–દેવાનુપ્રિય! શીધ્ર અભિસિક્ત(અભિષેક કરવા યોગ્ય) હસ્તીરત્ન-હાથીઓમાં શ્રેષ્ઠ હાથીને સજાવો અને ઘોડા, હાથી, રથ તથા શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને તૈયાર કરો. પછી મારી આજ્ઞા પ્રમાણે કાર્ય કરીને મને ખબર આપો. સેવકોએ આજ્ઞા પ્રમાણે કાર્ય કરી કાર્ય સંપન્ન થયાની ખબર आपी. ६० तए णं से कूणिए राया जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ एवं जहा उववाइए जाव कप्परुक्खए चेव सुअलंकिय विभूसिए परिंदे सकोरिंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं जाव पडिणिग्गछइ पडिणिग्गच्छित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जाव दुरूढे । ભાવાર્થ :- ત્યાર પછી કોણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યા, સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો યાવત કલ્પવૃક્ષની સમાન અલંકૃત અને વિભૂષિત થઈ નરેન્દ્ર કોણિક કોરંટપુષ્પની માળાઓથી યુક્ત છત્રને ધારણ કરીને યાવતુ બહાર નીકળ્યા, નીકળીને જ્યાં બાહ્ય સભાભવન હતું ત્યાં આવ્યા યાવત્ અંજનગિરિના શિખર સમાન વિશાળ હાથી ઉપર તે નરપતિ બેઠા. ६१ तए णं से कूणिए राया तिहिं दतिसहस्सेहिं जाव रवेणं चंपं णयरिं मज्झं मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव कालाईया दस कुमारा तेणेव उवागच्छइ, उवागच्छित्ता कालाइएहिं दसहिं कुमारेहिं सद्धिं एगओ मेलायति ।