________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
દિશાવર્તી સર્વબાહ્ય અર્ધમંડળને પ્રાપ્ત થાય છે અને તે દક્ષિણ દિશાવર્તી બાહ્ય અર્ધમંડળ ઉપર પરિભ્રમણ પૂર્ણ કરી દક્ષિણ દિશામાંથી નીકળી ઉત્તર દિશાવર્તી બાહ્માનંતર(બીજા બાહ્ય અર્થાત્ ૧૮૩મા મંડળ) મંડળ ઉપર પરિભ્રમણ કરીને પછી દક્ષિણ દિશાવર્તી ત્રીજા બાહાનંતર (ત્રીજા બાલ અર્થાત્ ૧૮૨મા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ત્યાર પછી દક્ષિણ દિશાવતી ત્રીજા મંડળથી અંદર પ્રવેશી પ્રત્યેક અર્ધમંડળે ૨ યોજનના અંતર(ક્ષેત્ર)ને પાર કરતો-કરતો (સૂર્ય) સર્વાયંતર મંડળ ઉપર આવી પરિભ્રમણ કરે છે.
૨૬
આ બીજા છ માસ થાય છે. દક્ષિણ દિશાવર્તી સર્વાયંતર મંડળને પૂર્ણ કરે ત્યારે(ઉત્તરાયણના) બીજા છ માસનો અંત થાય છે. આ બે અયન મળીને એક આદિત્ય સંવત્સર થાય છે. સાંસ્યંતર અર્ધમંડળ પૂર્ણ થતાં આદિત્ય સંવત્સરનો અંત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યના અર્ધમંડળની સંસ્થિતિ અર્થાત્ અર્ધમંડળની વ્યવસ્થાનું વર્ણન છે.
જંબુદીપના બે સુર્ય સામસામી દિશામાં રહીને એક સમાન ગતિએ પરિભ્રમણ કરે છે. એક અહોરાત્રમાં એટલે ૩૦ મુહૂર્તમાં બંને સૂર્ય મળીને એક મંડળ પૂર્ણ કરે છે. ૩૦ મુહૂર્તમાં એક સૂર્ય એક દિશાના અર્ધમંડળને પાર કરે છે, તે જ સમયે તે જ ૩૦ મુહૂર્તમાં બીજો સૂર્ય તેની સામેની દિશાના અર્ધમંડળને પાર કરે છે. આ રીતે ૩૦ મુહૂર્તમાં બંને સૂર્ય સાથે મળીને એક મંડળ પૂર્ણ કરે છે.
ઉત્તરાયણના અંતિમ દિવસે કે વર્ષના અંતિમ દિવસે બંને સૂર્ય સામસામી દિશામાં રહીને સર્વાયંતર (પ્રથમ) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. વર્ષના અંતિમ અહોરાત્રમાં એક સૂર્ય દક્ષિણ દિશાનું પ્રથમ અર્ધમંડળ પાર કરીને મેરુ પર્વતની પશ્ચિમ દિશાના અંતમાં જંબુઢીપના નીલવાન પર્વત ઉપર પહોંચે છે અને તે જ સમયે બીજો સૂર્ય ઉત્તર દિશાનું પ્રથમ અર્ધમંડલ પાર કરી નિષધ પર્વત ઉપર પહોંચે છે. નૂતનવર્ષના પ્રારંભના પ્રથમ અહોરાત્રમાં જે સૂર્ય પશ્ચિમ દિશામાં નીલવાન પર્વત ઉપર હોય છે, તે પશ્ચિમી સૂર્ય કે ઐરવતીય સૂર્યના નામે ઓળખાય છે અને જે સૂર્ય નિષધ પર્વત ઉપર પૂર્વ દિશામાં હોય છે, તે પૂર્વી સૂર્ય કે ભારતીય સૂર્યના નામે ઓળખાય છે.
આ પશ્ચિમી (ઐરવતીય) સૂર્ય નૂતન વર્ષના પ્રથમ અહોરાત્રમાં ઉત્તર દિશાવર્તી બીજા અર્ધમંડળ ને પાર કરે છે અને નિષધ પર્વત ઉપર આવે છે. ત્યાર પછી બીજા અહોરાત્રમાં દક્ષિણ દિશામાં ત્રીજું અર્ધમંડળ પાર કરી નીલવાન પર્વત સમીપે આવે છે.
આ રીતે તેના ૨, ૪, ૬, ૮.....૧૮૪ વગેરે સમસંખ્યક અર્ધમંડળો ઉત્તર દિશામાં અને ૩, ૫, ૭, ૯.....૧૮૩ વગેરે વિષમ સંખ્યક મંડળો દક્ષિણ દિશામાં થાય છે.
તે જ સમયે એટલે નૂતન વર્ષના પ્રથમ અહોરાત્રમાં પૂર્વીય(ભારતીય) સૂર્ય દક્ષિણ દિશાવર્તી બીજા અધમંડળને પાર કરીને નીલવાન પર્વત ઉપર આવે છે. ત્યાર પછી બીજા અહોરાત્રમાં ઉત્તર દિશામાં ત્રીજા અર્ધમંડળને પાર કરી નિષધ પર્વત સમીપે આવે છે. આ રીતે તેના ૨, ૪, ૬, ૮.....૧૮૪ વગેરે અર્ધમંડળો દક્ષિણ દિશામાં અને ૩, ૫, ૭, ૯...૧૮૩ વગેરે અર્ધમંડળો ઉત્તર દિશામાં થાય છે. આ રીતે સ્પષ્ટ થાય છે કે ભરત ક્ષેત્ર, ઐરવત ક્ષેત્ર, પૂર્વ, પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં અર્થાત્ જંબૂદીપના સર્વ ક્ષેત્રમાં આજે જે સૂર્ય જે ક્ષેત્રમાં પ્રકાશ કરે તે જ સૂર્ય ત્રીજે દિવસે પ્રકાશ કરે છે. બીજે દિવસે અન્ય સૂર્ય પ્રકાશ કરે છે અર્થાત્ એકાંતર દિવસે તે જ સૂર્ય તે જ ક્ષેત્ર ઉપર આવે છે.