________________
આવા ગંભીર અર્થથી ભરેલા આગમ ગ્રંથની સ્પર્શનાનો મને સુઅવસર પ્રાપ્ત થયો છે, તેમાં મુખ્ય કારણરૂપ છે મારા જીવનનૈયાના સુકાની, શાસ્ત્ર અને સ્વાધ્યાયમાં નિરંતર રત, જેઓનું મુખકમળ વાત્સલ્ય વરસાવતું રહે છે અને સ્મિત વહાવતું રહે છે, જેઓની દષ્ટિમાં હંમેશાં કૃપા વરસતી રહે છે, તેવા મમ ગુણીમૈયા ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. ની અંતર પ્રેરણાનો યોગ. સૂર્ય સમાન પ્રકાશિત, ચંદ્ર સમાન તેજસ્વી ગુસ્સીમૈયાના ઉત્કટ ભાવથી જ મને જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિસૂત્રના અનુવાદની તક મળી છે. કઠિન કાર્યને સરળ બનાવી દેતી કૃપાના દાતા ગુણીમૈયા પૂજ્યવરા પૂ. મુક્તાબાઈ મ. તથા પૂ. લીલમબાઈ મ. ના ચરણોમાં શતકોટી વંદન કરું છું.
આ મહાન કાર્યના ઉભાવિકા, આગવી સૂઝ-બૂઝથી શોભિત મારા વડિલ ગુરુભગિની સ્વ. પૂ. ઉષાબાઈ મ. પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું.
જેણે આગમને જ આત્માગમ કરી લીધું છે તેવા, આગમ મનીષી વિશેષણથી અલંકૃત પૂ. તિલોકમુનિ મ.સા.એ અનુવાદ કાર્યમાં મારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે, તેઓને ત્રિવિધે-ત્રિવિધ વંદના અર્જ કરું છું.
ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. ના ભાણેજ ૨૦ વર્ષથી એકાંતર ઉપવાસની આરાધના કરનારા સુદીર્ધ તપસ્વિની સાધ્વી મીનાના સંપૂર્ણ સહયોગે આ કાર્યનિર્વિને પૂર્ણ થયું છે. તેનો પણ હૃદયથી આભાર માનું છું.
સંપાદન કાર્ય માટે પોતાનો સોનેરી સમય અર્પી મારા અનુવાદની ભાષામાં પ્રાણપુરી, આકૃતિ, ચાર્ટ આદિ દ્વારા સુવર્ણવર્ણી ઢોળ ચઢાવી અનુવાદને તેજસ્વી બનાવનાર સાધ્વી આરતીશ્રી તથા સાધ્વી સુબોધિકાશ્રીને ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું.
આ શાસ્ત્રના અનુવાદમાં આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા., અનુયોગ પ્રર્વતક પૂ. કલૈયાલાલજી મ.સા. તથા લાડનૂથી પ્રકાશિત આગમ બત્રીસી આદિ ગ્રંથો તથા પૂ. ત્રિલોકમુનિ મ.સા. કૃત સારાંશ પુસ્તિકા ખૂબ ઉપયોગી થયા છે. આ તકે તેઓશ્રીની પણ હું આભારી છું.
આગમ પ્રતિ શ્રદ્ધાવાન શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્યોશ્રી તથા પ્રકાશન કાર્યને પ્રધાનતાએ વહન કરનાર રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના યુવા પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ એમ. શેઠનો પણ આભાર માનું છું.
ટૂંક સમયની મુલાકાતમાં દીર્ઘ સમયની યાદ તરીકે આ આગમના શ્રુતાધાર
-
56