________________
(૨) ભાષ્ય (૩) ચૂર્ણિ (૪) ટીકા(વૃત્તિ) (૫) ટબ્બા (૬) અનુવાદ.
ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉપર આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ નિયુક્તિની રચના કરી હતી પણ તે વર્તમાનમાં ઉપલબ્ધ નથી.
ગણિતાનુયોગનું પ્રાધાન્ય ધરાવતું આ આગમ પ્રાયઃ ગોપીનય રહ્યું છે. અન્ય આગમની તુલનામાં તેનો સ્વાધ્યાય પણ અલ્પ છે, તેથી તેના ઉપર વિશેષ સાહિત્ય પ્રકાશિત થયું નથી. આ આગમ ઉપર ભાષ્ય, ચૂર્ણિ આદિ લખાયા નથી. આચાર્ય શ્રી મલયગિરિજીએ વૃત્તિ લખી છે, જે હાલમાં ઉપલબ્ધ છે. આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા.એ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ત્રણ ભાષામાં ટીકા પ્રકાશિત કરી છે. આચાર્ય શ્રી અમોલક ઋષિ મ.સા.એ હિન્દી અનુવાદ, અનુયોગ પ્રર્વતક પૂ.કન્ધયાલાલજી મ.સા. એ (કમલ) ટીપ્પણ સહિત હિન્દી અનુવાદ તથા પૂ.દીપરત્નસાગર મ.સા. એ ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો છે. લાડનુથી તથા ખ્યાવરથી આ આગમ મૂળપાઠથી પ્રકાશિત થયા છે.
અવિચ્છિન્ન રૂપથી ચાલી આવતી આગમ પ્રકાશનની આ શ્રૃંખલામાં એક નવી કડી ઉમેરવા અમે યત્કિંચિત પ્રયત્ન કર્યો છે. આભાર દર્શન :- ૩ર આગમના ગુજરાતી અનુવાદના આ ઉમદા કાર્યના ઉદ્ભવનું પ્રબળ નિમિત્ત છે– જેઓ જિનશાસનમાં ઉજ્જવળ સ્થાન પામ્યા છે, ચારે ય ગતિના જીવો જેના દ્વારા જીવે છે અને ગોંડલ સંપ્રદાયમાં જેના નામે વિશાળ પરિવાર દીપ્તિમાન છે તેવા પ્રાણ નામધારક પ્રાતઃ સ્મરણીય ઉપકારી બા. બ્ર. ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નું જન્મ શતાબ્દી વર્ષ. આ અવસરે હૈયું બોલે છે કે આગમ અનુવાદ પ્રકાશનની પાવન પળે આપ સદેહે હાજર હોત તો?
પૂ. ગુરુદેવના જન્મ શતાબ્દીના વર્ષથી આગમ પ્રકાશનનો પ્રારંભ થયો અને એક પછી એક આગમના ગુજરાતી અનુવાદનું પ્રકાશન થતાં આજે આ કાર્ય પૂર્ણાહૂતિ તરફ પ્રયાણ કરી રહ્યું છે. આ પ્રકાશન યજ્ઞમાં મને જે યત્કિંચિત્ સેવાનો લાભ મળ્યો છે અને મને તેમાં જે બળ પ્રાપ્ત થયું છે તે છે અમ ઉપકારી, આજીવન મૌનવ્રતધારી, સમયે-સમયે નામ અને સ્વરૂપ બદલાય પણ ગુરુનો શિષ્ય પ્રત્યેનો ઉર્જા પ્રવાહ સદા અતૂટ અને અખૂટ પણે વહેતો રહે છે, તેવા અપાર ઉર્જાના સ્વામી પૂ. તપસ્વી ગુરુદેવશ્રી રતિલાલજી મ.સા.
55