________________
૪૧૬ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
મહાવિગય વગેરે વર્ય છે. આવા અખાદ્ય પદાર્થોથી કાર્ય સિદ્ધિનું વિધાન જૈન મતથી સર્વથા વિરોધી છે, ઉપરોક્ત અનેક કારણોથી સૂત્રોક્ત વિષય પ્રક્ષિપ્ત હોય તેમ ચોક્કસ અનુમાન થાય છે.
વૃત્તિકારે આ પ્રતિપ્રાભૃતની વ્યાખ્યા કરી નથી. પ્રથમ નક્ષત્ર ભોજનનું કથન કરી પર્વ શે પ સૂવુ ભાવના દ્રષ્ટા ! કહીને પછીના નક્ષત્ર ભોજનનું વિવરણ કર્યું નથી. પૂ. અમોલક ઋષિ મ.સા. પૂ. ઘાસીલાલજી મ.સા. આદિ આચાર્યોએ આયુર્વેદ ગ્રંથોના આધારે તે શબ્દોના વનસ્પતિપરક અર્થ કર્યા છે. યથા– કૃતિકા નક્ષત્ર દહીં, ભાત, રોહિણી નક્ષત્ર ધતુરાના ફળનું ચૂર્ણ અથવા મગ, મૃગશીર્ષ નક્ષત્ર ઈદ્રાવરણીનું ચૂર્ણ અથવા કસ્તુરી, આર્કા નક્ષત્ર-માખણ, પુનર્વસુ નક્ષત્ર ઘી, પુષ્ય નક્ષત્ર ખીર, અશ્લેષા નક્ષત્ર અજમાચૂર્ણ, કમળ અથવા નારીયેળનો ગર(ટોપ), મઘા નક્ષત્ર કંસાર અથવા કસ્તુરી, પૂર્વાફાલ્ગની નક્ષત્ર એલાયચી અથવા મંડૂકપર્ણી વનસ્પતિ વિશેષ, ઉત્તરાફાલ્યુની નક્ષત્ર દૂધ અથવા વાઘનખી વનસ્પતિનું ચૂર્ણ, હસ્ત નક્ષત્ર ભાતનું ઓસમાણ અથવા શીંગોડા, ચિત્રા નક્ષત્ર મગની દાળ, સ્વાતિ નક્ષત્ર ફળત્રિફળા, વિશાખા નક્ષત્ર આસિક્ત વસ્તુ (શાક વિશેષ), અનુરાધા નક્ષત્ર–ખીચડી (મિશ્રીકૃત કૃચ્છ અન્ન), જ્યેષ્ઠા નક્ષત્ર બોરનું ચૂર્ણ, મૂળ નક્ષત્ર-મૂળાના પાન, મોગરાનું શાક, પૂર્વાષાઢા નક્ષત્ર આમળા, ઉત્તરાષાઢા નક્ષત્ર બીબાનો મુરબ્બો, અભિજિત નક્ષત્ર પુષ્પ મિશ્રિત વસ્તુ–ગુલકંદ, શ્રવણ નક્ષત્ર ખીર, ધનિષ્ઠા ફળ–સક્કર કોળુ, શતભિષક નક્ષત્ર તુવેર દાળ અથવા તુંબડું, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર કારેલા, ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર વંસલોચન અથવા વરાહીકંદ નામક વનસ્પતિ ચૂર્ણ, રેવતી નક્ષત્ર શીંગોડા અથવા ફલન અથવા જલકુંબિકાનું ચૂર્ણ, અશ્વિની નક્ષત્ર સીતાફળ અથવા તિમ્બ ફળ–ત્રિકટું ખાઈને અને ભરણી નક્ષત્ર તલ મિશ્રિત ચોખા ખાઈને કાર્ય સિદ્ધ કરે છે. શ્રી પુષ્ફભિષ્ણુએ મૂળપાઠમાં તે શબ્દોના સ્થાને પર્યાયવાચી વનસ્પતિપરક શબ્દનો પ્રયોગ કર્યો છે. ગણધર ભગવંતો સંદિગ્ધ, કયર્થી શબ્દોનો પ્રયોગ કરતા નથી, તેથી પૂ. કહૈયાલાલજી મ.સા. આદિ આચાર્યોએ આ પ્રતિપ્રાભૂતને પ્રક્ષિપ્ત માની મુદ્રિત કર્યું
નથી.
અહિંસાના ઉપાસક વીતરાગ પ્રભુની વાણીરૂપ આગમ ગ્રંથોમાં કાર્યસિદ્ધિ માટે આખાદ્ય પદાર્થોના ભોજનનું કથન સર્વથા અસંગત જણાય છે. જૈનાગમ ગ્રંથોમાં આખાદ્ય પદાર્થોના ભોજનનું કથન વાંચીને કેટલાક જૈનેતર વિદ્વાનો ભગવાન મહાવીર પણ અખાદ્ય પદાર્થોનું ભોજન કરતા હતાં. તેવા આક્ષેપો મૂકે છે.
આ રીતે આગમ ગ્રંથોમાં કેવળી પ્રરૂપિત અહિંસા ધર્મના બાધક શબ્દપ્રયોગો અનેક પ્રકારની આપત્તિઓનું સર્જન કરે છે.
તેથી ગણિતાનુયોગ પ્રધાન આ આગમમાં ફળદર્શક આ પ્રતિપ્રાભૂત પ્રક્ષિપ્ત જણાવાથી તેને મુદ્રિત કર્યું નથી.